રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ...જાણો શું છે સત્ય...
Surat Updates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બધા વ્યાવસાયિકો માટે *રતન ટાટા* નો ટૂંકો સંદેશ. વ્યવસાયની દુનિયાના મારા પ્રિય મિત્રો, 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો, સૌથી મહત્વની બાબત એ છે કે આ વર્ષે તમારી જાતને જીવંત રાખવી, બચવું એ નફો કમાવવા જેવું છે, *રતન ટાટા ...” શીર્ષક હેઠળ આવેલી આ પોસ્ટ પર 73 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અને 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રતન ટાટા દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “2020નુ વર્ષ ફક્ત ટકી રહેવાનું જ છે. નફા-નુકશાનની ચિંતા કરશો નહિં.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે રતન ટાટાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની મુલાકાત લીધી હતી. 3 મે 2020ના તેમના દ્વારા આ નિવેદનને લઈ માહિતી આપવામાં આવી હતી કે, “આ પ્રકારે કોઈ નિવેદન તેમના દ્વારા કરવામાં નથી આવ્યુ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉદ્યોગપતિ રતન ટાટાએ કોઈ સંદેશ આપ્યો નથી. તેમણે સ્પષ્ટતા કરી છે કે. તેમના નામ અને ફોટો સાથે જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે અસત્ય છે.
Title:રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ...જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False