રાહુલ ગાંધીનો આ વિડિયો અધુરો છે. સંપૂર્ણ ભાષણ નથી.

વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં સમગ્ર માહોલમાં ગરમી જોવા મળી રહ્યો છે. હાલમાં એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં રાહુલના ભાષણનો વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોમાં સાંભળી શકાય છે કે, “આમાં તમે તેમને કહેતા સાંભળી શકો છો કે પહેલા લોટની કિંમત 22 રૂપિયા પ્રતિ લિટર હતી અને હવે તે 40 રૂપિયા છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધીને લોટના ભાવ કિલોમાં હોય કે લિટરમાં તેની પણ ખબર નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

અમિતકુમાર એમ સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીને લોટના ભાવ કિલોમાં હોય કે લિટરમાં તેની પણ ખબર નથી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું. દરમિયાન અમને 4 સપ્ટેમ્બરના ANI ન્યુઝની ચેનલ પર પ્રસારિત થયેલો ઓરિજનલ વિડિયો મળ્યો હતો. તેમાં તમે 9.46 મિનિટથી વધુનો વાયરલ વિડિયોને જોઈ શકો છો.

તેમાં તમે જોઈ શકો છો કે ભલે રાહુલ ગાંધીએ પહેલા લોટનો ભાવ લિટરમાં જણાવ્યો હતો પરંતુ બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારીને કિલોની કિંમત જણાવી હતી. તમે નીચે જોઈ શકો છો.

Archive

આના પરથી કહી શકાય કે આ વિડિયો અધૂરો શેર કરવામાં આવી રહ્યો છે.

તમે નીચે આપેલા તુલનાત્મક વિડિયોમાં વાયરલ વિડિયો અને મૂળ વિડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ દિલ્હીના રામલીલા મેદાનમાં 'મોંઘવારી પર હલ્લા બોલ' રેલીને સંબોધિત કરી હતી. આ વિડિયો એ જ કાર્યક્રમનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, વાયરલ થઈ રહેલા વિડિયોમાં રાહુલ ગાંધીનું સંપૂર્ણ નિવેદન જણાવવામાં આવ્યું નથી. તે અધૂરી રીતે શેર કરવામાં આવી રહ્યુ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધીના ભાષણના અધુરા વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context