Voiceless – An Animal Protection Organization, silliguriનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘A Big nd exclusive News: BSF rescued more than 4000 cattles in India Bangladesh border, all these cows has been smuggled bt our BSF jawans rescued all cattles and also arranged fooding for all cattles..... Hatsoff to our soldiers’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 99 લોકો તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 5800થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે, BSF દ્વારા ભારત-બાંગ્લાદેશ બોર્ડર પરથી 4000 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE REAVERCE IMAGE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, BSF દ્વારા પોસ્ટમાં શેર કરવામાં આવેલી વાત સાચી છે. ગાયોની તસ્કરીને રોકી હતી. પરંતુ 261 ગાયોની જ તસ્કરીને અટકાવવામાં આવી હતી. 261 ગાયોનું રેસ્ક્યુ કર્યુ હતુ અને તસ્કરી અટકાવી હતી. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે વાંચી શકો છો.

NAVBHARAT TIMES.png

NAVBHARAT TIMES | ARCHIVE

JAGRAN.png

JAGRAN.COM | ARCHIVE

PATRIKA.png

PATRIKA | ARCHIVE

INDIA TODAY.png

INDIA TODAY | ARCHIVE

HINDUSTAN TIMES.png

HINDUSTAN TIMES | ARCHIVE

INIDA TV ARCHIVE

આ ઉપરાંત અમને BSF KOLAKATA : PRO BSF SOUTH BENGAL નું ટ્વીટ પ્રાપ્ત થયુ હતુ, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, BSF ના જવાનો દ્વારા 285 પશુઓનુ રેસ્ક્યુ કરવામાં આવ્યુ. જે ટ્વીટ આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ BSF દ્વારા ગાયોનું રેસ્ક્યુ તો કરવામાં આવ્યુ હતુ. પરંતુ તે 285 ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ અને તસ્કરી અટકાવવામાં આવી હતી. પોસ્ટમાં જે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે, 4000 ગાયોનું રેસ્કયુ કરવામાં આવ્યુ તે વાત સદતર ખોટી સાબિત થાય છે.

Avatar

Title:राहुल गाँधी ने पाकिस्तान को चेताया, २०१९ में कांग्रेस आ रही है, हद में रहो वर्ना नक़्शे पर भी नहीं रहोगे | क्या यह सच है?

Fact Check By: Yogesh Karia

Result: False