‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....
આ વિડિયોમાં જોવા મળતી ઘટના સ્ક્રિપ્ટેડ છે. વાસ્તવિક ઘટના સાથે તેને કોઈ લેવા-દેવા નથી. જાગૃતતા માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે.
વિડિયોમાં એક પુરુષ અને એક મહિલા મંદિરમાંથી બહાર નીકળતા અને બાઇક પર બેસીને બહાર નીકળવા લાગે છે. આ દરમિયાન મહિલાનો દુપટ્ટો બાઇકના એક પૈડામાં ફસાઈ જાય છે. એક મુસ્લિમ મહિલા આ મહિલાને શરીર ઢાંકવામાં મદદ કરવા માટે તેનો બુરખા આપી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી ઘટના વાસ્તવિક છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bakula Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી ઘટના વાસ્તવિક છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ વિડિયો યુટ્યુબ પર 3RD EYE નામની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જે 23 ઓગસ્ટના અપલોડ કરવામાં આવ્યો હતો.
આ સંપૂર્ણ વિડિયોને જોતા અમને વિડિયોમાં 3.15 મિનિટ પર આ વિડિયો અંગે કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો માત્ર શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવ્યો હતો. વિડિયોમાં જોવા મળતા તમામ પાત્રો કાલ્પનિક છે અને વિડિયો મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. વિડિયોમાં દેખાતા પાત્રો અને ઘટના માત્ર મનોરંજન માટે છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, આ ટૂંકી ફિલ્મો ફક્ત મનોરંજનના હેતુઓ માટે છે! જે સ્પષ્ટપણે સૂચવે છે કે વાયરલ વિડિયો સ્ક્રિપ્ટેડ છે અને જાગૃતિ અને મનોરંજનના હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:‘બુર્ખા જેહાદ’ના નામે સ્ક્રિપ્ટેડ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Missing context