શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે....? જાણો શું છે સત્ય....
ગુરૂવારના સૌરાષ્ટ્ર તરફના તમામ વોટ્સઅપ ગ્રુપમાં બપોર બાદ એક મેસેજ વાયરલ થયો હતો.. જેમાં સાંજસમાચારના બ્રેકિંગ હેઠળ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જામનગર ક્લેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ અને તમામ દુકાનોને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરવા આદેશ કરાયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જામનગર ક્લેકટર દ્વારા આ પ્રકારે કોઈ જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યુ. આ માહિતી તદ્દન ખોટી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ માહિતી શેર કરવામાં આવી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે જામનગરના સમાજસમાચારના રિપોર્ટર મુકેશ જોઈશરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ એક અફવા છે. આ પ્રકારે કોઈ આદેશ હાલમાં કરવામાં આવ્યો નથી, સાંજ સમાચારના નામનો કોઈ ખોટો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેમજ આ અંગે ખુલાસો પણ તેમણે કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા જામનગર ક્લેકટર રવિ શંકરનો સંપર્ક કર્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યુ. આ તદ્દન ખોટી માહિતી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જામનગર ક્લેકટર દ્વારા આ પ્રકારે કોઈ જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યુ. આ માહિતી તદ્દન ખોટી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ માહિતી શેર કરવામાં આવી રહી છે.
Title:શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે....?
Fact Check By: Yogesh KariaResult: False