શું ખરેખર લોનાવાલા-મુંબઈ હાઈ-વે પરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Ashvin Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોનાવાલા અને મુંબઈ પુના હાઈવે ઉપર મોટા ભાગે લીચી વેચાણ માટે આવી ગયછે જુઓ મુસલમાનો વેચાણ માટે શું કરી રહ્યા છે લીચી ખરીદી કરી ખાતા પેલા સો વાર વિચાર કરજો??? ગદ્દારો સાથે ભાઈચારો નહીં કરવો ….એકેય મુસ્લિમ સારો નથી બધા અલગ અલગ જેહાદ કરવામાં સંકળાયેલા છે#મુસ્લિમ આંતકવાદી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 95 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 178 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો લોનાવાલા-મુંબઈ હાઈ-વેનો છે. જ્યાં રેકડી ધારકો લીચીને કલર કરી રહ્યા છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને બ્રિટશ વેબસાઈટ dailymailની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2018ના આ જ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “એક બ્રિટિશ પર્યટક દ્વારા સફેદ દ્રાશને લાલ રંગમાં રંગતા એક રેકડી ધારકનો વિડિયો ઉતારી અને ચેતવણી આપી હતી, 23 વર્ષિય લૈલા ખાન અને તેના પિતરાઈ ભાઈ દ્વારા સ્ટ્રીટ માર્કેટમાં સ્ટિંગ ઓપરેશન કર્યુ હતુ કારણ કે, આ જ દ્રાશ ખાધા બાદ તેની કાકીની તબિયત ખરાબ થઈ હતી અને બિમારીનો સામનો કરવો પડ્યો હતો.”

ARCHIVE

DAILYMAIL.UK દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો પાકિસ્તાનના જિલ્લાના અફઝલપુર ગામનો છે.” જે તમે નીચે જોઈ શકો છો.

DAILYMAIL.UK | ARCHIVE

THE SCOTTISHSUN નામની વેબસાઈટ દ્વારા પણ આ વિડિયો સાથે અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

THE SCOTTISHSUN | ARCHIVE

NEWS.COM.AU દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના બાદ શ્રીમતી ખાન દ્વારા પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. 

NEWS.COM.AU | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો લોનાવાના- મુંબઈ હાઈ-વે પરનો નહિં પરંતુ પાકિસ્તાનના મિરપુર જિલ્લાનો છે. 

Avatar

Title:શું ખરેખર લોનાવાલા-મુંબઈ હાઈ-વે પરનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False