શું ખરેખર હરિયાણાના ફરીદાબાદમાં એક છોકરી પર બળાત્કાર કર્યા પછી તેને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવી…? જાણો શું છે સત્ય..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

સોશિયલ મીડિયા પર એક મહિલા ચાલતા વાહનમાંથી પડી રહી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હરિયાણાના ફરીદાબાદમાં બળાત્કાર બાદ, એક યુવતીને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવી હતી. 

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો 29 માર્ચે બ્રાઝિલના એક મીડિયા આઉટલેટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “28 માર્ચની રાત્રે, બ્રાઝિલના ઉત્તરીય ક્ષેત્ર મેકાપાના પેકોવલ વિસ્તારમાં એક મહિલાને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વાહન સફેદ રંગનું હતું. પોલીસ ટીમો કારમાં સવાર લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.”

તેમજ આ માહિતીના આધારે વધુ સર્ચ કરતા અમને બ્રાઝિલના અન્ય મીડિયા આઉટલેટના યુટ્યુબ એકાઉન્ટ પર અપલોડ કરાયેલા વીડિયો રિપોર્ટમાં આ દ્રશ્યો મળ્યા, જેમાં સ્થાનિક પોલીસ અધિકારીનું નિવેદન પણ હતું.

જેમાં પોલીસે જણાવ્યુ હતુ કે, “પીડિતા તેના પુરુષ સાથી અને સંબંધીઓ સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. કારની અંદર મહિલા અને તેના સાથી વચ્ચે દલીલ થઈ અને ઉશ્કેરણીને કારણે તે ચાલતી વાહનમાંથી કૂદી ગઈ. આ કેસના સંદર્ભમાં, ઉપરોક્ત વ્યક્તિની આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મહિલા હાલમાં તબીબી સારવાર હેઠળ છે. અહેવાલોમાં આ ઘટના બ્રાઝિલના મકાપા શહેરમાં બની હોવાનું પણ ઓળખવામાં આવ્યું છે.”

તેમજ વધુ સર્ચ કરતા અમને 30 માર્ચ 2026ના રોજ બ્રાઝિલની એક વેબસાઇટ પર પ્રકાશિત આ ઘટના અંગેની માહિતી મળી. સ્થાનિક પોલીસ અધિકારીને ટાંકીને, અહેવાલમાં જણાવાયું છે કે, “આ ઘટના બ્રાઝિલના મકાપા શહેરમાં બની હતી, જ્યાં એક મહિલાએ ઝઘડો અને ઉશ્કેરણીને પગલે ચાલતા વાહનમાંથી કૂદી પડી હતી; ત્યારબાદ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ કેસના સંદર્ભમાં પોલીસે વાહનના ડ્રાઇવર અને તેના પુરૂષ સાથીને કસ્ટડીમાં લીધા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો ભારતનો નથી પરંતુ 28 માર્ચે બ્રાઝિલના મકાપાના પેકોવલ વિસ્તારમાં બનેલી એક ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને ભારત કે ફરીદાબાદ સાથે કોઈ લેવા દેવા નથી.

Result Stamp

Title: શું ખરેખર હરિયાણાના ફરીદાબાદમાં એક છોકરી પર બળાત્કાર કર્યા પછી તેને ચાલતી કારમાંથી ફેંકી દેવામાં આવી…? જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *