અમેરિકન રાષ્ટ્રપતિએ દેવાના મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું ન હતું. જાણો શું છે સત્ય..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સોશિયલ મીડિયા પર એક પોસ્ટકાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જે કથિત રીતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનને આભારી છે. તેમાં નવભારત ટાઇમ્સ (NBT)નો લોગો છે. ટ્રમ્પનો ફોટો દર્શાવતા, પોસ્ટકાર્ડ પર લખેલું લખાણ છે: “અમે ભારતને ખૂબ જ મોટું દેવું આપ્યું છે – જે અત્યાર સુધી કોઈપણ ભારતીય વડા પ્રધાને ઉધાર લીધું નથી. ભારતીય વડાપ્રધાન આ બધા પૈસાનું શું કરે છે?” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પીએમ મોદીને ટાર્ગેટ કરીને નિવેદન આપ્યુ છે.

FACEBOOK | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

નવભારત ટાઈમ્સના નામથી વાયરલ પોસ્ટની સત્યતા ચકાસવા માટે, સૌપ્રથમ અમે ગુગલ પર કીવર્ડ-આધારિત શોધ કરી હતી, પરંતુ  આ બાબતના સંબંધિત કોઈ સમાચાર અહેવાલો મળ્યા ન હતા. જો ટ્રમ્પે ખરેખર આવું નિવેદન આપ્યું હોત, તો તે નિઃશંકપણે સમાચારમાં રિપોર્ટ થયો હોત.

ત્યારબાદ નવભારત ટાઈમ્સના સત્તાવાર ટ્વિટર પર અમને 12 એપ્રિલ, 2026ના રોજની એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટમાં વાયરલ પ્લેટને નકલી તરીકે લેબલ કરવામાં આવી હતી અને તે જ સમયે તેનું અધિકૃત સંસ્કરણ શેર કરવામાં આવ્યું હતું. પોસ્ટ સાથે કેપ્શન હતું: “છેલ્લા કેટલાક દિવસોમાં, NBTના નામવાળી ઘણી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જે ભ્રામક સંદેશાઓ ફેલાવે છે. આ પોસ્ટમાં બે છબીઓ છે: એક નકલી છે, જ્યારે બીજી અધિકૃત છે. NBT ને આભારી કોઈપણ સમાચારની ચોકસાઈ ચકાસવા માટે, કૃપા કરીને NBTના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર જ આધાર રાખો.”

તેમજ વાયરલ ટ્વિટ અને ઓરિજનલ ટ્વિટ વચ્ચેનો તફાવત પણ તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, નવભારત ટાઇમ્સના પોસ્ટકાર્ડ ફોર્મેટનો દુરૂપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. ટ્રમ્પે પીએમ મોદી વિશે એવું કોઈ નિવેદન આપ્યું નથી જેવો છબીમાં દાવો કરવામાં આવ્યો છે. નવભારત ટાઇમ્સએ પણ પુષ્ટિ આપી છે કે આ પોસ્ટકાર્ડ નકલી છે.

Result Stamp

Title: અમેરિકન રાષ્ટ્રપતિએ દેવાના મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું ન હતું. જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *