શું ખરેખર અર્નોલ્ડ શ્વાર્જનેગરને હોટલમાં જગ્યા ન મળતા તેમને તેમની મુર્તિ નીચે સુઈ જવુ પડ્યુ હતુ...? જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી નીચે તેઓ બેડ પાથરીને સુતેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી જે હોટલમાં મુકવામાં આવી હતી, તે જ હોટલમાં તેમને રૂમ ન મળતા તેમની મુર્તી નીચે જ સુઈ જવુ પડ્યુ હતુ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સ્ટાર અર્નોલ્ડ અભિનેતાએ ખુદ આ ફોટોને 2016માં ઓહિયોના કોલમ્બસમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પોસ્ટ કરી હતી. ઉપરાંત, પ્રતિમાને કન્વેન્શન સેન્ટરની સામે મૂકવામાં આવી હતી છે જ્યારે પ્રતિમાની સામે કોઈ હોટલ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mahesh Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અર્નોલ્ડ શ્વાર્જનેગરની મુર્તી જે હોટલમાં મુકવામાં આવી હતી, તે જ હોટલમાં તેમને રૂમ ન મળતા તેમની મુર્તી નીચે જ સુઈ જવુ પડ્યુ હતુ.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અસંખ્ય સોશિયલ મિડિયા પોસ્ટ અને અન્ય અહેવાલો મળ્યા હતા. ફોટોગ્રાફ કાયદેસર છે અને જાન્યુઆરી 2016માં લેવામાં આવ્યો હતો, જ્યારે હોલીવુડ સ્ટાર ઓહિયોના કોલમ્બસમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.
શ્વાર્જનેગર દ્વારા આ ફોટોને જાન્યુઆરી 2016માં તેમના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. (ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ) પર "કેવી રીતે બદલાવ આવે છે" કેપ્શન સાથે, મજાક તરીકે તેમણે ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો.
તેમજ વિકિપિડિયા(સંગ્રહ) અનુસાર, આ મૂર્તિ મૂળરૂપે વર્ષ 2012માં ફ્રેન્કલિન કાઉન્ટી વેટરન્સ મેમોરિયલની બહાર સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ 2014માં ગ્રેટર કોલમ્બસ કન્વેશન સેન્ટરની બહાર હાજર સ્થળે સ્થાળાંતર કરાઈ હતી. ઉપરોક્ત ફેસબુક પોસ્ટના દાવા મુજબ પ્રતિમાની સામે કોઈ હોટલ નથી.
અર્નોલ્ડની મુર્તી સ્થાનનો નકશો નીચે ગુગલ મેપ પર તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમને એ પણ જાણવા મળ્યુ હતુ કે, આ ફોટોગ્રાફ મૂવી પ્રોડક્શન દરમિયાન લેવામાં આવ્યો હતો, જે માહિતી સંખ્યાબંધ અહેવાલોમાં આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સ્ટાર અર્નોલ્ડ અભિનેતાએ ખુદ આ ફોટોને 2016માં ઓહિયોના કોલમ્બસમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન પોસ્ટ કરી હતી. ઉપરાંત, પ્રતિમાને કન્વેન્શન સેન્ટરની સામે મૂકવામાં આવી હતી છે જ્યારે પ્રતિમાની સામે કોઈ હોટલ નથી.
Title:શું ખરેખર અર્નોલ્ડ શ્વાર્જનેગરને હોટલમાં જગ્યા ન મળતા તેમને તેમની મુર્તિ નીચે સુઈ જવુ પડ્યુ હતુ...?
Fact Check By: Yogesh KariaResult: False