212 વર્ષ પહેલા 1809માં ચાલેલી પહેલી ટ્રેનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદી-જૂદી ટ્રેનો ચાલી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિશ્વની આ પહેલી ટ્રેનનો વિડિયો છે. જે 24 ડિસેમ્બર 1809ના ચાલી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામા વિશ્વની પ્રથમ ટ્રેનનો નહિં પરંતુ પોસ્ટ શેર કરવામાં આવેલો વિડિયો 1923 ની ફિલ્મ અવર હોસ્પિટાલિટીની હોવાનું સાબિત થાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mukhya_Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિશ્વની આ પહેલી ટ્રેનનો વિડિયો છે. જે 24 ડિસેમ્બર 1809ના ચાલી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણો પરથી અમને એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પોસ્ટ શેર કરવામાં આવેલા વિડિયો માંના દ્રશ્ય બસ્ટર કીટોન દ્વારા નિર્મિત ફિલ્મ “Our Hospitality” અવર હોસ્પિટાલિટી”નું દ્રશ્ય હોવાનું જાણવા મળ્યું હતું.

silentfilmlivemusic.blogspot.com Archived Link

ત્યારબાદ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ એક અમેરિકન સાયલન્ટ કોમેડી ફિલ્મ છે જે 1923માં રિલીઝ થઈ હતી. વિકિપીડિયા

જ્યારે અમે યુટ્યુબ પર તેની શોધ કરી ત્યારે અમને આ ફિલ્મ મળી હતી. જેમાં જોવા મળતા દ્રશ્યો વાયરલ વિડિયો સાથે મળતા આવતા હતા. તેમજ સંપૂર્ણ વિડિયોને જોતા અમને જાણવા મળ્યુ હતુ કે, વાયરલ વિડિયો માંના તમામ દ્રશ્યો આ જ વિડિયો માં ખી લેવામાં આવ્યા હતા.

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, પહેલી પેસેન્જર ટ્રેન 27 સપ્ટેમ્બર, 1825 ના રોજ શરૂ કરવામાં આવી. તે યુકેમાં સ્ટોકટોન થી ડાર્લિંગ્ટન સુધી લંબાવાય હતી.

britannica.com Archived Link, historytoday.com Archived Link 

પહેલા વિડિયો કેમેરાની શોધ 1880 થી શરૂ થઈ હતી. જે પહેલા વિશ્વમાં કોઈ મોશન કેમેરા ઉપયોગમાં લેવામાં આવતો ન હતો. જ્યારે પ્રથમ ટ્રેનની શરૂઆત 27 સપ્ટેમ્બર 1825ના કરવામાં આવી હતી. જેના પરથી સ્પષ્ટ છે કે, આ વિડિયો પહેલી ટ્રેન ચાલી તેનો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામા વિશ્વની પ્રથમ ટ્રેનનો નહિં પરંતુ પોસ્ટ શેર કરવામાં આવેલો વિડિયો 1923 ની ફિલ્મ અવર હોસ્પિટાલિટીની હોવાનું સાબિત થાય છે.

Avatar

Title:212 વર્ષ પહેલા 1809માં ચાલેલી પહેલી ટ્રેનનો આ વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False