શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સ્વાતંત્ર્ય સંગ્રામી ભગત સિંઘનો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોમાં એક વર્દી પહેરેલ વ્યક્તિ દ્વારા અન્ય એખ વ્યક્તિને માર મારવામાં આવી રહ્યા હોવાનું બતાવવામાં આવી રહ્યુ છે. આ ફોટો શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જે વ્યક્તિને કોળા મારવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ સ્વાતંત્ર્ય સંગ્રામી ભગત સિંઘ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ભગત સિંહ નથી. આ ફોટો 1919ની આસપાસ કસૂર રેલવે સ્ટેશન (જે અત્યારે પાકિસ્તાન)માં લેવા આવી હતી. ભગત સિંહ ત્યારે માત્ર 12 વર્ષના જ હતા. અને લાહૌરની ડીએવી સ્કૂલમાં ભણતા હતા. 1920 પહેલા ભગત સિંહ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રૂપથી ન હતા જોડાયા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જે વ્યક્તિને કોળા મારવામાં આવી રહ્યા છે તે વ્યક્તિ સ્વાતંત્ર્ય સંગ્રામી ભગત સિંઘ છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને અહમદ અલી કસૂરી દ્વારા 2019માં પ્રસારિત એક અહેવાલમાં આ ફોટોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જલિયાંવાલા બાલ મેસેકર 1919 ઈટ્સ આફ્ટર ઇફેક્ટ્સ ઈન કસૂર આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ પિટાઈની ફોટો કસૂર રેલવે સ્ટેશનની છે. આ ફોટો 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ લેવામાં આવી હતી. કસૂર શહેર હવે પાકિસ્તામાં છે. અહેવાલમાં આ જગ્યાની 1919ની અને 2019ની ફોટો પણ દર્શાવવામાં આવી હતી. 

ARCHIVE

ત્યારબાદ અધિક તપાસ કરતા અમને વેબૈક મશીનથી એક આર્કાઈવ પુસ્તક મળી જેમાં પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો પહેલીવાર બેંજામિન હોરમિનની પુસ્તક “અમૃતસર એન્ડ અવર ડ્યૂટી ટૂ ઈન્ડિયા(1920)” માં છાપવામાં આવ્યો હતો. પુસ્તકમાં 120ના પૃષ્ઠ પર આ ફોટો જોવામાં આવી શકે છે. આ ફોટોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “અંગ્રેજના કસૂર રેલવે સ્ટેશન પર સીઢી બાંધેલા એક યુવકની પિટાઈ કરવામાં આવી હતી.” હોંરમિનની આ પુસ્તક 1920માં પ્રકાશિત કરવામાં આવી હતી.

અમને જલિયાંવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પૂરા થયાના 2019માં “સબ રંગ” નામની વેબસાઈટ પર એક અહેવાલમાં પ્રકાશિત સમ દર્શિત તસ્વીર મળી હતી. લેખમાં બ્રિટિશ યુદના દમનવા પુરાવા અને ચિત્રોનું વિવરણ કરવામાં આવ્યુ હતુ. આ લેખમાં રાષ્ટ્રીય આર્કાઈવનો રેકોર્ડમાં રાખવામાં આવેલી યાતનાઓ અંગે પણ જણાવવામાં આવ્યુ હતુ. જે હાલ આમ લોકો માટે પણ ઉપલબ્ધ છે. આ ફોટોના શીર્ષકમાં લખવામાં આવેલુ હતુ કે, “1919માં પૂર્વ પંજાબમાં એક વ્યક્તિને બેત સે મારતા જોવામાં આવ્યો હતો.

સંગ્રહ

ભગત સિંહની પુસ્તક “જેલ નોટબુક અને અન્ય લેખન” અનુસાર, ભૂપેન્દ્ર હૂજા દ્વારા એનોટેટ કરવામાં આવ્યુ હતુ કે, 1919માં ભગત સિંહ માત્ર 12ના હતા અને લાહૌરના ડીએવી સ્કૂલમાં ભણી રહ્યા હતા. એપ્રિલ 1919માં, બ્રિટિશ બલ દ્વારા હજારોં લાચાર ભારતીયોંની હત્યા કરવા વાળા જલિયાંવાલા બાગ હત્યાકાંડના થોડા દિવસો બાદ, ભગત સિંહએ તે જગ્યાની મુલાકાત કરી હતી. પુસ્તકમાં 1919માં બ્રિટિશ સૈનિકોં દ્વારા મારમારવામાં આવેલા કે ધરપકડ કરવામાં આવી હોવાની કોઈ માહિતી આપવામાં આવી નથી. ડિક્શનરી ઓફ માર્ટિયર: ઈન્ડિયા ફ્રિડમ સ્ટ્રગલ (1857-1947) નામના એક પુસ્તક જેને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે અનુસાર ભગત સિંહ વર્ષ 1920થી સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રૂપથી ભાગ લીધો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ભગત સિંહ નથી. આ ફોટો 1919ની આસપાસ કસૂર રેલવે સ્ટેશન (જે અત્યારે પાકિસ્તાન)માં લેવા આવી હતી. ભગત સિંહ ત્યારે માત્ર 12 વર્ષના જ હતા. અને લાહૌરની ડીએવી સ્કૂલમાં ભણતા હતા. 1920 પહેલા ભગત સિંહ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રૂપથી ન હતા જોડાયા.

Avatar

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સ્વાતંત્ર્ય સંગ્રામી ભગત સિંઘનો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False