શું ખરેખર ગરબા રમી રહેલો વિડિયો મોરારજી દેસાઈ છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Prakash Soni નામના ફેસબુક યુઝર દ્વારા Soni Art Gallery નામના ફેસબુક પેજ પર તારીખ 2 ઓક્ટબર 2019ના એક પોસ્ટ શેર કરી હતી. માજી વડાપ્રધાન સ્વ.મોરારજી દેસાઈ પોતાના વતન મા દાંડીયારાસ રમતા જોવામા આવે છે Maji Vadapradhan Late Morarji Desai looks happy while enjoying the Navratri festival જય ચામુંડા માતાજી જય શ્રી કૃષ્ણશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 263 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દાંડિયારસ રમતો વિડિયો ભૂતપુર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહ હાથ ધરી હતી. સૌપ્રથમ અમે મોરારજી દેસાઈ કીવર્ડ સાથે ગૂગલ પર શોધતા અમને DESH GUJARAT નામની વેબસાઈટ દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2018ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મોરારજી દેસાઈના નામ પર વાયરલ ડાંડિયારાસનો વિડિયો ખોટો છે. આ વિડિયોમાં મોરારજી દેસાઈ નથી.” આ અહેવાલ અનુસાર વિડિયોમાં ગુજરાતના સ્થાનિક વેપારી સ્વ. કુંવરજી નરશી લોડયા છે. 

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને મોરારજી દેસાઈના પરપૌત્ર મધુશંકર દેસાઈનો સંપર્ક કર્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ તેમના પરદાદા મોરારજી દેસાઈ નહીં પરંતુ કોઈ બીજા વ્યક્તિ છે.  

ત્યારબાદ દેશ ગુજરાતના અહેવાલ અનુસાર અમે કુંવરજી નરશી લોડ્યાના મુળ ગામ કચ્છના કોઠારાના સરપંચનો સંપર્ક કર્યો હતો. જેને આ વાતની પૃષ્ટી કરી હતી કે વિડિયોમાં જે વ્યક્તિ દેખાય છે તે વ્યક્તિ ગુજરાતના વેપારી કુંવરજી નરશી લોડ્યા છે.

ત્યારબાદ અમે કુંવરજી નરશી લોડ્યાના દિકરા ચંદ્રકાન્ત લોડ્યાનો સંપર્ક કર્યો હતો. મુંબઈ સ્થિત ચંદ્રકાન્તભાઈ અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં જે વ્યક્તિ દેખાઈ છે, તે મારા પિતા કુંવરજી અને તેમના નાનાભાઈ મુરલી નરશી શાહ છે. આ વિડિયો 26 વર્ષ જૂનો છે એક લગ્ન પ્રસંગમાં આ વિડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. અમારે ત્યાં લગ્નની આગલી રાત્રીએ ડાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તેણે જણાવ્યુ હતુ કે વિડિયોમાં જે ચશ્મા પહેરેલા વ્યક્તિ દેખાય છે તે તેના પિતા છે,  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો 26 વર્ષ પહેલાનો છે. અને દાંડિયારાસ રમતા વ્યક્તિ ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ નથી તે ગુજરાતના એક વ્યપારી સ્વ.કુંવરજી લોડ્યા છે. અને મુંબઈના એક લગ્ન પ્રસંગનો છે.  

Avatar

Title:શું ખરેખર ગરબા રમી રહેલો વિડિયો મોરારજી દેસાઈ છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False