શું ખરેખર ઉમેશ સિંહ નામના ભાજપા નેતાને ખેડૂતો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ખેડૂત આંદોલનને જોડીને એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં, કેટલાક લોકો એક માણસનો પીછો કરતા જોઇ શકાય છે. આ શખ્સને માર પણ મારવામાં આવી રહ્યો છે અને પોલીસ જવાન તે વ્યક્તિને ક્યાંક લઈ જતા દેખાઈ છે. વિડિયોની સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ભાજપના નેતા છે જે ખેડૂત આંદોલનમાં જોડાયા હતા અને દેશ વિરોધી નારા લગાવતા હતા અને તેથી જ ખેડુતોએ તેમને માર માર્યો હતો. દાવામાં આ વ્યક્તિનું નામ ઉમેશ સિંહને કહેવામાં આવ્યું છે.” અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ સરકાર ખેડૂત આંદોલનને બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયોમાં લોકો જે યુવકને માર મારી રહ્યો છે તે યુવક અરૂણ કુમાર છે. મિડિયાકર્મીઓ સાથે દુર વ્યવહાર આચરતાં ખેડુતોએ તેને ખદેડયો હતો તેમજ આ વ્યક્તિ ભાજપના નેતા હોવાની કોઈ માહિતી બહાર આવી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ံံံ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ભાજપના નેતા છે જે ખેડૂત આંદોલનમાં જોડાયા હતા અને દેશ વિરોધી નારા લગાવતા હતા અને તેથી જ ખેડુતોએ તેમને માર માર્યો હતો. દાવામાં આ વ્યક્તિનું નામ ઉમેશ સિંહને કહેવામાં આવ્યું છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ભારત સમાચાર નામની ન્યુઝ ચેનલના ટ્વિટર એકાઉન્ટ પર આ ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો દિલ્હી-યુપી બોર્ડરનો છે. જ્યાં ધરણા પર બેસેલા ખેડૂતોએ દિલ્હીના અરૂણ નામના શખ્સને મિડિયાને ઈન્ટરવ્યુ આપતા મારમાર્યો હતો.” આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ‘ન્યૂઝ નેશન‘ વેબસાઇટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં વાયરલ થયેલા વિડિયોની એક ફોટો મુકવામાં આવી હતી. સમાચારમાં જણાવવામાં આવ્યું હતુ કે, “દિલ્હી-યુપી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક વ્યક્તિ મિડિયા વ્યક્તિઓ સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. આને કારણે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત સહિત કેટલાક ખેડૂતોએ આ વ્યક્તિને માર માર્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

News Nation | Archive

તેમજ એબીપીન્યુઝ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા અને માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ABP News

Archive

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગાઝિયાબાદના ખોદા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ત્યાના એસએચઓ મોહમ્મદ અસલમ દ્વારા જણાવ્યુ હતુ કે, “આ વ્યક્તિનું નામ અરૂણ કુમાર છે. આ વ્યક્તિ સ્થાનિક ચેનલના એક પત્રકાર સાથે વાત કરી રહ્યો હતો અને રિપબ્લિક ઇન્ડિયાના પત્રકારોને જોયા પછી, તેણે તેમની સામે અભદ્ર ટિપ્પણી કરી. આ ટિપ્પણીના કારણે રિપબ્લિકના પત્રકારો અને આ માણસ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. નજીકના ખેડુતો તે માણસ પર ગુસ્સે થયા કારણ કે તેમને લાગ્યું કે તે વિરોધને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે દરમિયાન, રિપબ્લિક ઇન્ડિયાના પત્રકારોએ તૈનાત પોલીસકર્મીઓને બોલાવ્યા, જેણે વ્યક્તિને ઘટના સ્થળેથી લીધો હતો (વીડિયોમાં બતાવ્યા પ્રમાણે) અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે કોઈ એફઆઈઆર નોંધાઈ ન હતી, ત્યારે અમે તેમને જણાવીશું આપ્યો આ વ્યક્તિ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી અને ન તો તે સ્થળ પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો. આ વ્યક્તિ સહારનપુરની છે અને તેનું નામ અરૂણ કુમાર છે.”  

તેમજ અમે વિડિયોમાં જોવા મળતા કિસાન સંઘના પ્રમુખ રાકેશ ટિકૈતનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ઘટના સ્થળે પાકિસ્તાન સમર્થિત કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા, અહીં જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તે ગોદી મિડિયાના વિરૂદ્ધના હતા. અમારે શાંતિપૂર્ણ રીતે આગળ વધવું પડ્યું અને આ વ્યક્તિને કારણે અમે શાંતિથી આગળ વધી શક્યા નહીં. આ વ્યક્તિને પોલીસને સોંપવામાં આવ્યો હતો, અમને તે વ્યક્તિ વિશેની કોઈ વ્યક્તિગત માહિતી ખબર નથી.”  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં લોકો જે યુવકને માર મારી રહ્યો છે તે યુવક અરૂણ કુમાર છે. મિડિયાકર્મીઓ સાથે દુર વ્યવહાર આચરતાં ખેડુતોએ તેને ખદેજયો હતો તેમજ આ વ્યક્તિ ભાજપના નેતા હોવાની કોઈ માહિતી બહાર આવી નથી.

Avatar

Title:શું ખરેખર ઉમેશ સિંહ નામના ભાજપા નેતાને ખેડૂતો દ્વારા માર મારવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False