
રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેને લઈ ઇન્ટરનેટ પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે મુસ્લિમ સમુદાયના લોકોને ખરાબ રીતે લડતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો બેઠક વ્યવસ્થા માટે લડી રહ્યા હતા. ભોજન માટે લડી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhorajiya Vipul નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 18 મે 2019 ના રોજ ધ ન્યૂ આરબના અધિકૃત ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલો તે જ વિડિયો મળ્યો. સાથેની માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, સાઉદી અરેબિયાના મદીના શહેરમાં એક મસ્જિદની બહાર જાહેર ઇફ્તાર સભાના થોડા સમય પહેલા સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
તેમાં આપેલી માહિતીને ધ્યાનમાં રાખીને અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 16 મે 2019 ના રોજ ધ ન્યૂ અરેબિયાની વેબસાઇટ પર પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, સાઉદી અરેબિયાના મદીનામાં સ્થિત અલ-ગમામા મસ્જિદની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈફ્તારી પહેલા ઉપવાસ તોડતા પહેલા આ અથડામણ થઈ હતી.
વધુ તપાસ કરતા અમને જાણવા મળ્યું કે ધ ન્યૂ અરબ અને મોરક્કન વર્લ્ડ ન્યૂઝ બંને વેબસાઇટ દ્વારા આપવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઝગડો બેઠક વ્યવસ્થાને લઈને થયો હતો. બોલાચાલી બાદ આ લોકો વચ્ચે ઝઘડો થયો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો બેઠક વ્યવસ્થા માટે લડી રહ્યા હતા. ભોજન માટે લડી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
