Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જૈનો નુ આસ્થા કેન્દ્ર શંખેશ્વર તિર્થ ના ટોઈલેટ બાથરૂમ મા હિંદુ ધર્મ ના પવિત્ર ચિહ્નો *ૐ શ્રી અને સ્વસ્તિક* ને ભોંયતળિયે લગાવી ને અપમાન કરાઈ રહ્યુ છે.. જ્યાં સુધી એના ટ્રસ્ટીઓ માફી માંગી અને આ ટાઇલ્સ દુર ના કરે ત્યાં સુધી આ વિડિયો ફોરવર્ડ કરો... શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શંખેશ્વરમાં આવેલી માતૃ શ્રી પુરીબેન રૂપશી હિરજી ફરિઆ જૈન ધર્મશાળામાં હાલમાં પણ બાથરૂમમાં હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતા ચિન્હો લગાવવામાં આવ્યા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં આપવા આવેલી માહિતી અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગૂગલ પર શંખેશ્વરની “જૈન ધર્મશાળામાં હિન્દુ ઘર્મની લાગણી દુભાઈ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ત્યાંથી પણ અમને કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે શંખેશ્વરની આ ધર્મશાળાનો નંબર શોધી અમે સંપર્ક કરતા સામા પક્ષે રહેલી વયોવૃધ્ધ વ્યક્તિ અમને જણાવ્યુ હતુ કે “ગત તારીખ 14 સપ્ટેમ્બરના આ અંગેની અમને જાણ થતા માત્ર બે જ કલાકમાં આ વસ્તુને દૂર કરવામાં આવી હતી. આ પ્રકારની ટાઈલ્સ કયારે લગાવવામાં આવી તેની અમને પણ જાણ ન હતી. તેમજ આ અંગે અમે હિન્દુ ભાઈઓની માફી પણ માંગી હતી. કોઈ પણ વ્યક્તિ હાલ અમારી ધર્મશાળામાં આવી ચેક કરી શકે છે.”

ત્યારબાદ અમે ત્યાંના સ્થાનિક પત્રકારનો સંપર્ક સાધ્યો હતો અને તેણે ધર્મશાળાની મુલાકાત લઈ ચેક કરતા આ પ્રકારના ચિન્હો ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હોવાનું તેણે અમને જણાવ્યુ હતુ.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, હાલમાં જૈન ધર્મશાળામાં કોઈની લાગણી લાગણી દુભાઈ તેવા કોઈ ચિન્હો નથી રાખવામાં આવ્યા. તેમજ જે-તે સમયે આ ધર્મશાળાના સંચાલકો દ્વારા માફી પણ માંગવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, હાલમાં જૈન ધર્મશાળામાં કોઈની લાગણી લાગણી દુભાઈ તેવા કોઈ ચિન્હો નથી રાખવામાં આવ્યા. તેમજ જે-તે સમયે આ ધર્મશાળાના સંચાલકો દ્વારા માફી પણ માંગવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં પણ જૈન ધર્મશાળામાં આ પ્રકારે ચિન્હો લગાડેલા છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: Mixture