શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Viral Social News નામના એક ફેસબુક પેજ દ્વારા 5 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, देश का हिंदू खतरे में हैं, और गोरखपुर में इन “शिक्षामित्रों” को नौकरी की पड़ी है, मारो इनको.. मोदी मोदी मोदी मोदी मोदी??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 122 જેટલા લોકોએ લાઈક કરી હતી. 17 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. તેમજ 591 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ વીડિયોને InVid ટૂલના માધ્યમથી અલગ અલગ ફ્રેમમાં કર્યા બાદ તેના નાના નાના ટુકડાઓને રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને બિંગ દ્વારા જે પરિણામ પ્રાપ્ત થયા તે તમે નીચે જોઈ શકો છો.

https://lh4.googleusercontent.com/94O9xaikJs7K_knbqRT8WOpVJGZqnfAMw_3aDHy4bcT808qlkyWlaD-oHTksAKz2BonqJBCYm06XTrixfkUO7iik5u_ruIZ5OSRfxGOi_9NjsbrmQPly9lA8qZgws3ir-QemPX7AOmAJdYXcEQ

ઉપરના પરિણામોમાં અમને ‘ડેક્કન ક્રોનિકલ’ દ્વારા 1 ફેબ્રુઆરી, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા. આ સમાચારમાં પણ ઉપરોકત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાના વીડિયોના જ ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો અમે રિવર્સ ઈમેજ માટે ઉપયોગ કર્યો છે. આ સમાચારમાં એવું લખવામાં આવ્યું છે કે, હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા બાદ આરએસએસની દિલ્હી સ્થિત હેડ ઓફિસની સામે પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા નિંદા કરવામાં આવી હતી. સમાચારમાં એ પણ લખવામાં આવ્યું છે કે, આ વીડિયોને આમ આદમી પાર્ટી દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો.

https://lh4.googleusercontent.com/afNm1dH64htm3NP_CBnuByG_3eqWJBj-kBktkHUeIvJK5V1v6jnlIYFme-YyWAsqtPhQtd1HVQ60wYt586ub8L7CGzJD2TV5RqEq2W32hDteefg_Zn1idvXBg5najK543NwI-jVDUYgMns-Rbg

ARCHIVE DECCAN

https://lh4.googleusercontent.com/t1ahe_ls_NXePjpmb3bwWAE0JgKPJvV727NbxsA-XHD45xuG8M7uJJwLqHqby6C8lM0Fe0Wjhmuf9plnm-TvinoXbxUZyzGhLC2FdE8v8i2Fn7PjmalINM8LjPNLITcVE47lx3d2bEsszHvX7A

ત્યાર બાદ અમને ઉપરોક્ત પોસ્ટના વીડિયોના સ્ક્રિનશોટના યાન્ડેક્ષ રિવર્સ ઈમેજમાં સર્ચ કરવા પર જે પરિણામ મળ્યા તે તમે નીચે જોઈ શકો છો.

ઉપરના પરિણામોમાં અમને ‘Firstpost’ દ્વારા 1 ફેબ્રુઆરી, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં પણ વીડિયોના એજ સ્ક્રિનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે અમે રિવર્સ ઈમેજ માટે લીધો હતો. આ સમાચારમાં લખવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના બે દિવસ પછી વિદ્યાર્થી યુનિયનોએ કહ્યું છે કે, તેઓ પોતાનું આંદોલન હજુ પણ વેગવાન બનાવશે.

https://lh5.googleusercontent.com/627gNAHi2UxRBQ-IKqKk7SEAH7jRImg4e7hg-ogQ-66az5VOii7ZIxjquJMzfH4rIB1ztiC81VkdrQf150m2E-fxXlPa6i9BgG0QlQgQ0nAA7G68JzwWK2FX491mm11SIn81dK9XZuYWYx3gHg

ARCHIVE FP

આ માહિતી મળ્યા બાદ અમે મૂળ વીડિયોને શોધવા માટે યુટ્યુબનો સહારો લીધો અને ‘lathicharge on students protesting for rohit vemula’ સર્ચ કરતાં અમને જુદી જુદી ટીવી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આ જ ઘટનાના વીડિયો પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.youtube.com-2019.06.08-05-47-19.png

Youtube | Archive

ઉપરના પરિણામોમાં અમને ઈન્ડિયા ટીવી દ્વારા 1 ફેબ્રુઆરી, 2016 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને ‘NDTV’ દ્વારા પણ 1 ફેબ્રુઆરી, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ બંને વીડિયો ધ્યાનથી જોયા બાદ તેમજ અમારા તમામ સંશોધન બાદ અમને એ જાણકારી મળી કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો વીડિયો ગોરખપુરનો નહીં પરંતુ રાજધાની દિલ્હીનો છે. સાથે સાથે એ વાત પણસ્પષ્ટ થાય છે કે, આ વીડિયો પોલીસ દ્વારા શિક્ષામિત્રો પર કરાયેલા લાઠીચાર્જનો નહીં પરંતુ રોહિત વેમુલાને ન્યાય અપાવવા માટે આરએસએસની દિલ્હી હેડ ઓફિસની સામે ધરણા દ્વારા પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જનો છે. આ બંને વીડિયોની તુલના તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો વીડિયો ગોરખપુરનો નહીં પરંતુ દિલ્હીનો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયો ગોરખપુરમાં શિક્ષાકર્મીઓ પર થયેલા લાઠીચાર્જનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False