શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય

False રાજકીય I Political

ભાજપ તારા વળતાં પાણી  નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભક્તોની જાણ માટે કોંગ્રેસમાં જોડાયેલ ફિલ્મ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી છે.   ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 720 લોકોએ લાઈક કરી હતી, 38 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 259 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Face book | Archive

સંશોધન

ઉપરક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ઉર્મિલા માંતોડકર સંઘ સુપ્રિમો મોહન ભાગવતની ભત્રીજી હોત તો આ સમાચાર ક્યાંક ને ક્યાંક તો પ્રસારિત થયા જ હોત. પરંતુ આ માહિતી અમને ક્યાંય જોવા મળી ન હતી.. જેથી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો હતો અને मोहन भागवत की फेमिली સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.05.18-01-09-00.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ મોહન ભાગવતની બાયોગ્રાફીનો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Savasher.Com | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ઉર્મિલા માંતોડકર અને મોહન ભાગવત વચ્ચે કોઈ કુટુંબી સંબંધ હોવાની માહિતી પ્રાપ્ત ન થતાં અમે ગુગલમાં उर्मिला मांतोडकर की फेमिली સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયાં હતાં.

screenshot-www.google.com-2019.05.18-01-19-41.png

Google | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય એવી માહિતી જોવા ન મળી કે ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે.

આ તમામ સંશોધનના અંતે અમે ઉર્મિલા માંતોડકરનો સંપર્ક કર્યો હતો અને તેઓને આ અંગે પૂછતાં તેમણે અમને જણાવ્યું હતું કે, મોહન ભાગવત સાથે આ પ્રકારનો મારો કોઈ જ સંબંધ નથી. અને આ વાત તદ્દન ખોટી છે. આ અગાઉ પણ મે આ અંગે ઘણા બધા મીડિયા સામે સ્પષ્ટતા કરી છે.

2019-05-18.png

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, ઉર્મિલા માંતોડરનો સંઘ સુપ્રિમો મોહન ભાગવત સાથે આવો કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ઉર્મિલા માંતોડકર મોહન ભાગવતની ભત્રીજી છે…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False