
Patel Ghanshyamનામના ફેસબુર યુઝર દ્વારા 2 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“देख लो देश बदल रहा है अस्सुदिन ओवैसी ने जैशे ही प्रधानमंत्री नरेन्द्र मोदी को उल्टा सीधा बोलना चालू किया मुस्लिम ऑडियन्स भी चलने लगा स्टेज से लोग उठना चालू हुवा ओवेसी को रिक्वेस्ट करनी पड़ी रुको भाई नही करेंगे मोदीजी टिका या क्रिटिसिज्म बेठो भाई ये वीडियो उसका सबूत है”શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઔવેશીએ મોદી વિરોધ ભાષણ આપતા સભામાંથી લોકોએ ઉભા થઈ રવાના થવા લાગ્યા.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં અમને લોકો ઉભા થતા દેખાય છે. પરંતુ તે ઔવેશીના પ્રોટેક્શનમાં ઉભા થયા હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ ઔવેશી પર કોઈ વસ્તુ ફેકાઈ હોય તેવુ પણ દેખાય રહ્યુ છે. તેથી સૌ પ્રથમ અમે ગૂગલ પર“अकबरुद्दीनओवैसीपरजूताफेका” લખતા અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા, જેમાં ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હતો. પરિણામો પર થી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિચો 24 જાન્યુઆરી 2018નો છે. દક્ષિણ મુંબઈના નાગપાળા વિસ્તારમાં ઔવેશીની રેલી દરમિયાન કોઈ વ્યક્તિ દ્વારા ઔવેશી પર ચંપલ ફેકવામાં આવ્યુ હતુ. અને તેનું જૂદા-જૂદા મિડિયા દ્વારા કવરેજ કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઔવેશી દ્વારા મોદી વિરૂધ્ધમાં બોલવામાં આવતા લોકો ઉભા થઈ જવા લાગ્યા હતા, તેમજ ઔવેશી દ્વારા બધાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને મોદી વિરૂધ્ધ નહિં બોલુ તેવા કહેવામાં આવ્યુ હતુ. જો કે, તે વાત ખોટી છે. ઉપરોક્ત ઘટનાનો 6 મિનિટનો વિડિયો અમને પ્રાપ્ત થયો હતો. તેમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું ક્યાંય પણ પ્રાપ્ત થયુ ન હતુ. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, ઔવેશી પર ચંપલ ફેકતા લોકો તેના પ્રોટેક્શનમાં ઉભા થઈ ગયા હતા. તેમજ ઔવેશી દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, મોદી વિશે બોલ્યુ તો તે ભાઈને ખોટુ લાગી ગયુ, હવે હુ વધુ બોલીશ. જે તમે ઉપરના વિડિયોમાં સાંભળી શકો છો.
આમ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની એક પણ પ્રક્રિયા અમારી પડતાલમાં સાબિત થતી નથી, તેમજ આ વિડિયો 1.5 વર્ષ પહેલાનો છે. આ ઘટના હાલની નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની એક પણ પ્રક્રિયા અમને પ્રાપ્ત થતી નથી. તેમજ આ વિડિયો હાલનો હોવાનુ ક્યાય સાબિત થતુ નથી.

Title:શું ખરેખર ઔવેશીની સભામાંથી લોકો ઊભા થઈ જવા લાગ્યા….? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
