શું ખરેખર આ ભારતમાં આવેલું શિવમંદિર છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Proud To Be Indian નામના પેજ દ્વારા 31 મે 2019ના એક ફોટો શેર કરવામાં આવી હતી. “कौन कहता हैं की ताजमहल अजूबा हैं, हमारा शिव मंदिर उससे भी अजूबा શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 6400 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 289 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2300 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ શિવ મંદિર છે અને ભારતમાં આવેલું છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા ફોટાને સૌપ્રથમ અમે રિવર્સ ઈમેજના માધ્યમ થી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યુ હતુ કે, આ મંદિરનું નામ Wat Arun છે. જે થાઈલેન્ડના બેંગ્કોક શહેરમાં આવેલું છે. આ મંદિરને Temple of Dawn પણ કહેવામાં આવે છે. આ એક બુદ્ધિસ્ટ મંદિર છે.

ગૂગલ સર્ચ પરિણામથી અમને photocory.com વેબસાઈટની એક લિંક મળી હતી. આ વેબસાઈટ પર Wat Arun મંદિરના ઘણા ફોટો અપલોડ કરવામાં આવ્યા છે. ઉપરોક્ત  પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો જેવી જ ફોટો અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

bangkok.com નામની વેબસાઈટ પર તમે આ મંદિરને જોઈ શકો છો.

ત્યારબાદ અમને ગૂગલ પર Wat Arun  કિવર્ડથી સર્ચ કરતા અમને યુ-ટ્યુબનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયોમાં પણ અમને ઉપરોક્ત પોસ્ટમા શેર કરવામાં આવેલો ફોટોની જલક અને સીડિઓ જોવા મળી હતી.  

અમને આ ફોટો યાંડેક્સ અને બિંગ સર્ચના માધ્યમથી photocory.com નામની વેબસાઈટ પર પણ જોવા મળી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો શિવ મંદિરનો નહિં પરંતુ થાઈ લેન્ડના Wat Arun બુધ્ધ મંદિરની ફોટો છે.

Avatar

Title:શું ખરેખર આ ભારતમાં આવેલું શિવમંદિર છે….? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False