શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….?જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 281 લોકો દ્વારા પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 198 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત સરકાર દ્વારા જીઓ યુનવર્સિટીને 1000 કરોડ ફાળવવામાં આવ્યા, જ્યારે દેશનું શિક્ષણ બજેટ 400 કરોડ રૂપિયાનું છે. 

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર આ અંગે “देश की शिक्षा के लिए 400 करोड़। अम्बानी की JIO यूनिवर्सिटी के लिये 1000 करोड़।” લખતા  અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH  1.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના પરિણામો પ્રાપ્ત થયા ન હતા.  જો કે, વર્ષ 2018માં આ પ્રકારે વાત થઈ રહી હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ ક્યાંય પણ અમને સરકાર દ્વારા 1000 કરોડ રૂપિયા જીઓ દ્વારા ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ ન હતુ, જે વાતને સમર્થન આપતો અહેવાલ AAJTAK દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.

AAJTAK.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો બાદ એ પણ જાણવુ જરૂરી હતુ કે, ભારતનું શિક્ષણનું બજેટ કેટલું છે. તેથી અમે ગૂગલ પર “union budget education sector” લખતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH  2.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ભારતનું 2019-20નું શિક્ષણનું બજેટ કુલ રૂપિયા 94854 કરોડ છે. જેને જુદા-જુદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. TIMES OF INDIA દ્વારા પ્રસારિત અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

TIMES OF INDIA.png

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા આપ્યાની વાત ખોટી સાબિત થાય છે, તેમજ દેશનું શિક્ષણ બજેટ 400 કરોડ રૂપિયા નહીં પરંતુ 94854 રૂપિયાનું છે.

Avatar

Title:શું ખરેખર સરકારે જીઓ યુનિવર્સિટીને 1000 કરોડ રૂપિયા ફાળવ્યા….? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False