FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રિયંકા ગાંધી દ્વારા કોંગ્રેસ પાર્ટીના નિશાનની રંગોળી હટાવવામાં આવી હતી.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પ્રિયંકા ગાંધીએ સાવરણીથી કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળીને સાફ કરી ન હતી. તેમના વિડિયો સાથે છેડછાડ કરીને નકલી વિડિયો બનાવવામાં આવ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કાકા ચાલે વાંકા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિયંકા ગાંધી દ્વારા કોંગ્રેસ પાર્ટીના નિશાનની રંગોળી હટાવવામાં આવી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પત્રકાર નરેન્દ્રનાથ મિશ્રાએ શેર કરેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી ઓરડામાં સફાઈ કરતી જોવા મળી રહી છે. પરંતુ, વિડિયોમાં ફ્લોર પર કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ડિઝાઇનની રંગોળી નથી.

ત્યારબાદ અમે વધુ સર્ચ કરતા અમને ઈટીવી ભારત દ્વારા પ્રસારિત આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, પ્રિયંકા ગાંધી રવિવારે મોડીરાત્રે (3 ઓક્ટોબર) લખનપુર થી લખીમપુર ખેરી જવા રવાના થયા હતા. પરંતુ પોલીસે તેમને સીતાપુરમાં કસ્ટડીમાં લીધા હતા.

દરમિયાન, કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ, પ્રિયંકા ગાંધીએ ડિટેન્શન રૂમમાં સફાઈ કરી હતી. આ વખતે વિડિયો બનાવવામાં આવ્યો હતો.

વાયરલ વિડિયો અને ઓરિજનલ વિડિયોની સરખામણીમાં સ્પષ્ટ છે કે, પ્રિયંકા ગાંધીએ તેમના રૂમમાં સફાઈ કરતા વિડિયોને ડિજિટલ રીતે એડિટ કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્રિયંકા ગાંધીએ સાવરણીથી કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળીને સાફ કરી ન હતી. તેમના વિડિયો સાથે છેડછાડ કરીને નકલી વિડિયો બનાવવામાં આવ્યો હતો.

Avatar

Title:FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

Fact Check By: Yogesh Karia 

Result: Altered

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply