શું ખરેખર પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડિયો પ્રમાણે કાશ્મીરમાં હાલની સ્થિતી છે…? જાણો શું છે સત્ય……

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

મારૂં નામ વિકાસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कश्मीर की हालत। अगर हालात खराब नही है तो मोदी शाह राहुल गांधी को कश्मीर दौरा क्यो करने नही देते ? शेयर करे’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 1 વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો 28 ઓગસ્ટ 2019નો વિડિયો છે અને હાલમાં આ પ્રકારની પરિસ્થિતી કાશ્મીરની છે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબના હક્કિત પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી. બાદમાં વિડિયોને ધ્યાનથી જોતા અમને વિડિયોની નીચેના ભાગમાં ‘clashes erupted at hmt serinagar kashmir jkno’ લખેલુ દેખાતા અમે ગૂગલ પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2018નો છે. જેને જૂદા-જૂદા ફેસબુક યુઝર અને યૂ-ટ્યુબ યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો 28 ઓગસ્ટ 2019નો નહિં પરંતુ વર્ષ 2018નો છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો 28 ઓગસ્ટ 2019નો નહિં પરંતુ વર્ષ 2018નો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડિયો પ્રમાણે કાશ્મીરમાં હાલની સ્થિતી છે…? જાણો શું છે સત્ય……

Fact Check By: Yogesh Karia 

Result: False