શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે...? જાણો શું છે સત્ય....
કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. નવરાત્રી તહેવારની ઉજવણી કોરોનાના નિયમો સાથે કરવાના મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રી દરમિયાન લોકડાઉન લગાવવા આદેશ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jiyaa Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો.”
Facebook | Fb post Archive | Article Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે તો સંપૂર્ણ અહેવાલને ધ્યાનથી વાંચ્યો પરંતુ આ અહેવાલમાં ક્યાંય પણ લોકડાઉન અંગેની માહિતી આપવામાં આવી ન હતી. માત્રને માત્ર મનધડત વાર્તા કરવામાં આવી હતી. જે તમે નીચે વાંચી શકો છો.
ગૂગલ પર સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કોરોનાના નિયમોના પાલન સાથે શેરીમાં તેમજ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. તેમજ 400 વ્યક્તિની મંજૂરી પણ આપવામાં આવી છે.”
ત્યારબાદ અમે 8 ઓક્ટોબર 2021ના ગુજરાતના પ્રખ્યાત સંદેશ, અને દિવ્યભાસ્કર ન્યુઝ પેપર વાંચ્યા હતા. તેમાં પણ કોરોના બાદ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીના તહેવારનો ધામધૂમથી પ્રારંભ થયો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.
તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “નવરાત્રી તહેવારનું આયોજન કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવા મંજૂરી આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને મંજૂરી આપવામાં નથી આવી શેરી ગરબા અને સોસાયટીમાં ગરબાનું આયોજન કરવા મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રી દરમિયાન લોકડાઉન લગાવવા આદેશ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. નવરાત્રી તહેવારની ઉજવણી કોરોનાના નિયમો સાથે કરવાના મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રી દરમિયાન લોકડાઉન લગાવવા આદેશ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
Title:શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે...?
Fact Check By: Yogesh KariaResult: False