Sonal Krupa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દુનિયામાં કેન્સરમાં ભારતનો નંબર બીજો છે. તેનું કારણ શું ? ફક્ત 2.25 મિનિટ નો ટાઇમ આપીને જુઓ આ વિડિયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1800થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 56 લોકો દ્વારા આ પોસ્ટ પર તેના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 9500થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. તેમજ 641000થી વધૂ લોકોએ આ વિડિયોને નિહાળ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “FSSAI દ્વારા ભારતમાં દૂધમાં અને અન્યો ખાદ્ય વસ્તુઓમાં મેલામાઈનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જઁણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “melamine in milk fack check” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને FSSAI દ્વારા તારીખ 27 નવેમ્બર 2018ના આ પ્રકારના વિડિયો જે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેને લઈ એક પ્રેસનોટ આપી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દૂધમાં મેલામાઇનની હાજરીને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દૂષિતપણે એવું અનુમાન કરવામાં આવ્યું હતું છે કે, FSSAIએ દૂધમાં મેલામાઇનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. FSSAI વેબસાઇટ પર દૂધમાં મેલામાઇન પર તથ્યો પોસ્ટ કરાયા છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે, મેલામાઇનનો ઉપયોગ ઘટક તરીકે અથવા એડિટિવ તરીકે કરવો તે દેશના ખોરાક સલામતીના નિયમો હેઠળ કોઈપણ ખોરાકમાં માન્ય નથી.”

Press_Release_FakeVideos_27_11_2018

તેમજ WHOની વેબસાઈટ પર પૂછવામાં આવતા સવાલોના જવાબમાં WHOએ જણાવ્યુ હતુ કે, “ખોરાકમાં મેલામાઇન ઉમેરવાનું એફએફઓ / ડબ્લ્યુએચઓ કોડેક્સ એલિમેન્ટરીઅસ (ફૂડ સ્ટાન્ડર્ડ કમિશન), અથવા કોઈપણ રાષ્ટ્રીય અધિકારીઓ દ્વારા મંજૂરી નથી.” જે તમે નીચે વાંચી શકો છો.

WHO

ત્યારબાદ અમે ગુજરાતના ફૂડ અને સેફટી કમિશ્નર ડો.એચ.જી.કોશિયા સાથે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મેલામાઈન ખાદ્ય પદાર્થમાં નાખવા અંગે FSSAI દ્વારા કોઈ પ્રકારે ક્યારેય મંજૂરી આપવામાં આવી નથી. આ વાત તદ્દન ખોટી છે.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, FSSAI દ્વારા દૂધ અને ખાદ્ય પદાર્થમાં મેલામાઈન નાખવાની ક્યારેય મંજૂરી આપી નથી. જે તદન ખોટી વાત છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ FSSAI દ્વારા દૂધ અને ખાદ્ય પદાર્થમાં મેલામાઈન નાખવાની ક્યારેય મંજૂરી આપી નથી. જે તદન ખોટી વાત છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર FSSAI દ્વારા દૂધ અને ખાવાની વસ્તુઓમાં મેલામાઈનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False