
Bharvi kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “2024 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મુશ્કેલ છે,: -નીતિન ગડકરી આ માણસ સાચું બોલી જ દે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 184 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નિતિન ગડકરી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય મુશ્કેલ છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો કોઈ રૂલિંગ પાર્ટીના નેતા દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યુ હોય તો તમામ મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય, તેથી સૌપ્રથમ અમે ગૂગલ “2024 तक भारत को 5 ट्रिलियन डॉलर का अर्थतंत्र बनाने का लक्ष्य मुश्केल है | : नितिन गडकरी” પર લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને LIVEHINDUSTAN વેબસાઈટ દ્વારા 18 જાન્યુઆરી 2020ના પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં નિતિન ગડકરીનું નિવેદન પણ જણાવામાં આવ્યુ હતુ. જેમાં નિતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે, “કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ ઇચ્છા વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 5,000 અબજ ડોલર ઈકોનોમીનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્ય મુશ્કેલ છે. પરંતુ અશક્ય નથી.”

ત્યારબાદ અમને યુ ટ્યુબ પર અમને નિતિન ગડકરી નામના એકાઉન્ટ પરથી અમને તારીખ 18 જાન્યુઆરી 2020ના ઈન્દોર મેનેજમેન્ટ એસોસિએશનમાં આપવામાં આવેલી સ્પિચ અપલોડ કરવામાં આવી હતી. જેમાં 40.44 મિનિટ પર નિતિન ગડકરી પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની વાત કરી રહ્યા છે. જે તમે નીચે સાંભળી શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને મોટીવેશન સ્પિચ દરમિયાન આપેલા નિવેદને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, નિતિન ગડકરીએ આપેવા નિવેદનને ખોટી રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યુ છે, નિતિન ગડકરીએ કહ્યુ હતુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 5,000 અબજ ડોલર ઈકોનોમીનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્ય મુશ્કેલ છે. પરંતુ અશક્ય નથી.

Title:નિતિન ગડકરીના નિવેદનને અધૂરી રીતે અને ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
