દિલ્હી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

‎‎‎‎ભગવો ગુજરાતી લેરી લાલા નામના ફેસબુક યુઝર દ્વારા 11 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટી છે કે મુસ્લિમ લીગ ? 27 માંથી 20 ઉમેદવાર મુસલમાન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 27 ઉમેદવારોની યાદીમાંથી 20 ઉમેદવારો મુસલમાન છે. આ પોસ્ટને 106 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા જોહેર કરવામાં આવેલી 27 ઉમેદવારોની યાદીમાં 20 મુસલમાન ઉમેદવારો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને આમ આદમી પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 14 જાન્યુઆરી, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક મહત્વપૂર્ણ ઘોષણા : આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અમે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવીએ છીએ તેમજ તેમના મતદાન ક્ષેત્રની અંદર વિશ્વાસ અને અખંડતાના ઉચ્ચ સ્તરની સ્થાપના માટે શુભકામનાઓ આપીએ છીએ. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

Archive

આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી 70 ઉમેદવારોની યાદી અને પોસ્ટમાં કરવામાં આવેલો દાવો કે જે 27 ઉમેદવારોની યાદીમાં 20 ઉમેદવારો મુસલમાન છે એ બંનેની વચ્ચે અમને મોટી વિસંગતતા જોવા મળતાં અમે ફરીથી ગુગલનો સહારો લઈને આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારોની યાદી શોધવાની કોશિશ કરતાં અમને નીચેની યાદી પ્રાપ્ત થઈ હતી.

ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા ઉપરોક્ત 27 ઉમેદવારોની યાદી અને આમ આદમી પાર્ટી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી યાદીની તુલના કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, 27 ઉમેદવારોની જે યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમાંથી કેટલાક ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે. જે ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે તે અને સત્તાવાર યાદીના નામો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સત્તાવાર યાદીના નામોમાં ફેરફાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ માહિતીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આદમી પાર્ટીના ઉમેદવારોની સત્તાવાર યાદીના નામોમાં ફેરફાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ માહિતીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:દિલ્હી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False