શું ખરેખર અયોધ્યામાં ટ્રસ્ટમાં સામેલ થવા સાધુસંતોમાં લડાઈ થઈ અને એકબીજાના માથા ફોડ્યા…? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“રામમંદિર ટ્રસ્ટ માં સામેલ થવા મુદ્દે અયોધ્યામાં સાધુઓની અંદરો અંદર લડાઈ અનેક ના માથા ફૂટ્યા વાહ હવે હિન્દૂ ખતરામાં નથી હો…. “લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ થવા માટે સાધુ-સંતોએ અંદરો-અંદર લડાઈ કરી અને એક બીજાના માથા ફોડ્યા.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર अयोध्या मे राम मंदिर ट्रस्ट मे सामिल् होने के लिये अयोध्या मे साधु ओने सर फ़ोडे લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતકનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “રામમંદિર બનાવવા દરરોજ નવા-નવા ટ્રસ્ટ સામે આવી રહ્યા છે. પરંતુ તેમાં ક્યાં એ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે, સાધુ-સંતો અંદરો-અંદર બાખડ્યા હોય અને તેમને એકબીજાના માથા ફોડ્યા હોય” જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

AAJTAK.png

AAJTAK | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો બાદ અમે અયોધ્યાના એસપી આશિષ તિવારી જોડે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ લડાઈનો બનાવ અયોધ્યામાં બનવા પામ્યો નથી. આ બિલકુલ ખોટી વાત છે. અયોધ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ નિયંત્રણમાં છે.”

2019-11-16.png

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેનો કોઈ બનાવ હાલમાં અયોધ્યામાં બનવા પામ્યો નથી. જે વાતને અયોધ્યાના એસપી આશિષ તિવારી પૃષ્ટી કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેનો કોઈ બનાવ હાલમાં અયોધ્યામાં બનવા પામ્યો નથી. જે વાતને અયોધ્યાના એસપી આશિષ તિવારી પૃષ્ટી કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર અયોધ્યામાં ટ્રસ્ટમાં સામેલ થવા સાધુસંતોમાં લડાઈ થઈ અને એકબીજાના માથા ફોડ્યા…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False