શું ખરેખર વિદેશી દંપતિએ રાધા-કૃષ્ણની ધૂન પર કર્યો ડાન્સ…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎‎Mahadev Kailashi‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 14 નવેમ્બર,2019   ના ખેડૂત પૂત્ર ગુજરાત (Khedut Putra Gujarat) નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, जब राधा-कृष्ण के भजन की धुन में बर्फ पर नाचा विदेशी-जोड़ा…. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં વિદેશી કપલ રાધા-કૃષ્ણની ધુન પર ડાન્સ કરે છે, આ પોસ્ટને 48 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive

સંશોધન 

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ વીડિયોમાં વિદેશી જોડા દ્વારા રાધા-કૃષ્ણની ધૂન પર બરફમાં ડાન્સ કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયો વર્ષ 2010 માં ડેવિસ અને વાઈટ દ્વારા AT & T. US CHAMPIONS વિન્ટર ઓલમ્પિકમાં કરવામાં આવેલા ડાન્સનો છે. 

ત્યાર બાદ અમે આ વીડિયોને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા 4 જાન્યુઆરી, 2010 ના રોજ પ્રસારિત કરવામાં વેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે,  અમેરિકાના આઈસ ડાન્સર મેરિલ ડેવિસ અને ચાર્લી વાઈટ દ્વારા વર્ષ 2010 માં યોજાયેલા વિન્ટર વાનકોવર ઓલમ્પિકમાં આ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. જેના ઓરિજીનલ ડાન્સનો પ્રોગ્રામ ખૂબ જ પોપ્યુલર થયો હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને olympicvancouver2010 દ્વારા 5 માર્ચ, 2010 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો ઓરિજીનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, Davis/White – Figure Skating – Ice Dance – Vancouver 2010 Winter Olympic Games જેનો અર્થ એવો થાય છે કે, ડેવિસ અને વાઈટ દ્વારા વાનકોવર 2010 ના વિન્ટર ઓલમ્પિકમાં બરફ પર સ્કેટિંગ કરીને આ પ્રકારનું પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો અને ઓરિજીનલ વીડિયો બંનેમાં જે ગીત વાગી રહ્યું છે તે અલગ-અલગ છે. પોસ્ટના વીડિયોમાં એડિટીંગ કરીને રાધા-કૃષ્ણની ધૂન સેટ કરવામાં આવી છે. જ્યારે ઓરિજીનલ વીડિયોમાં ડેવિસ અને વાઈટ દ્વારા ભારતીય હોલીવુડના ગીત જેવા કે, કજરા રે, સિલસિલા યે ચાહત કા અને ડોલા રે ડોલા જેવા ગીત પર પર્ફોમન્સ કર્યું હતું. નીચે તમે એડિંટીંગ કરેલા અને ઓરિજીનલ વીડિયો વચ્ચેના તફાવતને જોઈ શકો છો.

Archive

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. જેમાં રાધા-કૃષ્ણની ધૂનને સેટ કરવામાં આવી છે. ઓરિજીનલ વીડિયોમાં બોલીવુડના ગીતો પર આ ડાન્સ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર વિદેશી દંપતિએ રાધા-કૃષ્ણની ધૂન પર કર્યો ડાન્સ…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False