શું ખરેખર મોસ્કોમાં 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રિ ટિકિટ પ્રાપ્ત થાય છે..? જાણો શું છે સત્ય…..

Partly False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર એક વોટ્સઅપ યુઝર દ્વારા જોવો આ છે મોસ્કો નું મેટ્રો સ્ટેશન કે જયાં 30 ઉઠક બેઠક કરવાથી ટિકિટ ફ્રી મા મળે છે..આવી વ્યવસ્થા ત્યાંની ગવર્મેંન્ટ દ્રારા કરવામાં આવી છે…વાત પૈસા ની નથી પણ સરકાર ને લોકો નાં સ્વાસ્થ્યની કેટલી કદર છે એનું જીવંત ઉદાહરણ…” લખાણ સાથે એક વિડિયો મોકલવામાં આવ્યો હતો અને તેનું ફેક્ટચેંકિગ કરવા વિંનતી કરવામાં આવી હતી. આ લખાણ અને વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોસ્કોના મેટ્રો સ્ટેશન પર 30 ઉઠક – બેઠક કરવાથી ફ્રિ માં ટિકિટ આપવામાં આવે છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. વોટ્સઅપ સિવાય આ વિડિયો અન્ય ક્યાંય સોશિયલ મિડિયા પર આ વિડિયો ક્યાંય વાયરલ થયો છે કે કેમ તે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો ફેસબુક પર વર્ષ 2018થી ફરી રહ્યો છે. જે તમે નીચે શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “Moscow Metro rail station if you do 30 sit-ups you get free train ticket” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, ફેબ્રુઆરી 2014માં રશિયાના સોચીમાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સના પ્રમોશન માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ, તેમજ નાગરિકોની જીવનશૈલીને સક્રિય કરવા અને પ્રોત્સાહિત કરવાના ઉદેશથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. જે 3 ડિસેમ્બર 2013 સુધી જ ચાલુ હતુ. બાદમાં આ અભિયાન બંધ કરી દેવામાં આવ્યુ હતુ. આ જ અભિયાનના પ્રમોશનનો એક વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ અન્ય મિડિયાહાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

CBSNEWS.png

CBS NEWS | ARCHIVE

મોસ્કોની પહેલ થી પ્રભાવિત થઈ  મેક્સિકો શહેરમાં પણ તેમની સબવે ટિકિટ માટે આ જ પ્રોગ્રામ 2013 માં શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, મેક્સિકોના લોકો માટે, એક ટિકિટનો ખર્ચ ફક્ત 10 ઉઠક – બેઠક હતી. જે તમે નીચે જોઈ શકો છો.

THE GUIRDIAN.png

THE GUARDIAN

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, મોસ્કોમાં આ પ્રકારની મફત ટિકિટનું આયોજન વર્ષ 2013માં જ કરવામાં આવ્યુ હતુ. જે ફેબ્રુઆરી 2014માં રશિયાના સોચીમાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સના પ્રમોશન માટે કરવામાં આવ્યુ હતુ. 3 ડિસેમ્બર 2013માં આ અભિયાન પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મોસ્કોમાં આ પ્રકારની મફત ટિકિટનું આયોજન વર્ષ 2013માં જ કરવામાં આવ્યુ હતુ. જે ફેબ્રુઆરી 2014માં રશિયાના સોચીમાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક્સના પ્રમોશન માટે કરવામાં આવ્યુ હતુ. 3 ડિસેમ્બર 2013માં આ અભિયાન પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર મોસ્કોમાં 30 ઉઠક-બેઠક કરવાથી ફ્રિ ટિકિટ પ્રાપ્ત થાય છે..? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: Partly False