શું ખરેખર રેલવે દ્વારા 6370 ડબ્બાને હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 તારીખ 2020ના એક પોસ્ટ શેર કરવમાં આવી હતી. “જુઓ આ મોદીની કમાલ! ચીને હોસ્પીટલ બનાવી ‘ અમેરીકા યુરોપ વગેરે દેશો એ ગંજાવર ખર્ચા કરી કરીને કોરોનાના દર્દીઓ માટે તાત્કાલીક ઘણા ખર્ચથી હોસ્પીટલો બનાવી પણ મોદીએ તો આ બધાના પ્રમાણમાં નહિંવત ખર્ચે ૬૩૭૦ રેલ્વેના ડબાઓનું હોસ્પીટલમાં રૂપાંતર કરી નાખ્યું ! તે પૈડાવાળી હોસ્પીટલો છે. જેનો માર કોઈને નથી આવ્યો !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવે વિભાગ દ્વારા 6370 ટ્રેનના ડબ્બાને હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યા.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી CORIOUSHALTનો 3 જાન્યુઆરી 2016નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો જીવન રેખા એકસ્પ્રેસનો છે. આ ટ્રેનમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે સુવિધાઓ હોય છે તે તમામ સુવિધાઓ છે.”

CURIOUSHALT.COM | ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “6370 रेलवे डिब्बे को हॉस्पिटल में परिवर्तन किए गई |” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 27 માર્ચ 2020નો નવોદયટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હોસ્પિટલના રૂપમાં કોચને રૂપાંતર કરવા ડિઝાઈન શરૂ કરવામાં આવી છે. એક વિક થશે ડિઝાઈનનું કામ પુરૂ કરવામાં.” જે તમે નીચે વાંચી શકો છો. 

NAVODAY TIMES | ARCHIVE

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝઅરોમા.કોમનો તારીખ 28 માર્ચ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઉતર રેલવેન પ્રવક્તા દિપક કુમાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉત્તર રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડલને મંજૂરી મળ્યા બાદ દરેક રેલવે ઝોન દ્વારા અઠવાડિયામાં 10-10 ડબ્બાને આઈસોલેશન વોર્ડમાં બદલવાનું શરૂ કરવામાં આવશે.”

NEWSAROMA | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નથી. પરંતુ વર્ષ 2016નો છે. તેમજ હાલમાં રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે એક ડબ્બાને રૂંપાતરિક કરી મોડલ તૈયાર કરી મંજૂરી માટે મુકવામાં આવ્યો છે. 6370 ડબ્બા તૈયાર કરવામાં આવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર રેલવે દ્વારા 6370 ડબ્બાને હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False