
Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ताजमहल में नमाज बन्द #सुप्रीम_कोर्ट ताजमहल राष्ट्रीय धरोहर है, कोई धार्मिक स्थल नहीं | पहली बार कुछ अच्छा काम किया..!! પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે, તાજમહેલ એ રાષ્ટ્રીય ધરોહર છે, કોઈ ધાર્મિક સ્થળ નથી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 422 લોકોએ લાઈક કરી હતી. 27 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 39 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ નહીં કરવાનો નિર્ણય લેવાયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ताजमहल में नमाज पर सुप्रिम कोर्ट ने लगाई रोक સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરોક્ત પરિણામોમાં અમને નવભારત ટાઈમ્સ દ્વારા 5 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ લખેલું છે કે, શુક્રવાર સિવાય તાજમહેલમાં નમાજ પર સુપ્રિમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. એવું ASI દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતુ. તેમજ તેઓએ એ પણ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટ દ્વારા આ નિર્ણય તાજમહેલની સુરક્ષાને લઈને કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત સમાચારમાં સ્પષ્ટ લખેલું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા પહેલા સ્થાનિક સિવાય અન્ય લોકો પર તાજમહેલમાં નમાજ પર રોક લગાવવામાં આવી હતી. ત્યાર બાદ તાજમહેલની સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક લોકોને પણ ફક્ત શુક્રવારના રોજ જ નમાજ માટે છૂટ આપવામાં આવી હતી અને બહારના લોકો માટે નમાજ પર રોક લગાવવામાં આવી હતી. આ માહિતીને લગતા અન્ય સમાચારો પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.
khabar.ndtv.com | bhaskar.com |
Archive | Archive |
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં તાજમહેલમાં નમાજ અંગેની માહિતીને લગતા સમાચારનો 15 નવેમ્બર, 2018 ના રોજ આજ તક દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ એં જ દર્શાવવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા શુક્રવારના રોજ સ્થાનિક લોકોને નમાજ અદા કરવાની છૂટ આપવામાં આવી છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમે તાજમહલ ખાતે ફરજ પરના અધિકારી સાથે આ અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “તાજમહેલમાં જે લોકોને પ્રશાસન દ્વારા આઈ કાર્ડ આપવામાં આવેલા છે એ લોકો નમાજ અદા કરી શકે છે.”
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાજમહેલમાં નમાજને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં નથી આવી પરંતુ સ્થાનિક લોકો શુક્રવારના રોજ નમાજ અદા કરી શકે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાજમહેલમાં નમાજને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં નથી આવી પરંતુ સ્થાનિક લોકો શુક્રવારના રોજ નમાજ અદા કરી શકે છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર સુપ્રિમ કોર્ટ દ્વારા તાજમહેલમાં નમાજ બંધ કરાવવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Mixture
