શું ખરેખર સુરતમાં 5 રૂપિયાના સિક્કા બનાવતી ફેક્ટરી ઝડપાઈ..? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

JBTL Media દ્વારા તા.25 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વરાછા સ્થિત લક્ષ્મી કોમ્લેક્ષ માં પાંચ રૂપીયા ના સિક્કા બનાવ્વા નું કારખાનું પકડાતા માલીક સહીત (3) માણસો રંગે હાથે ઝડપાયાં શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 67 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ તેનું મંતવ્ય જણાવ્યુ હતુ તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વરાછામાં આવેલા લક્ષ્મી કોમ્પલેક્ષમાં 5 રૂપિયાના સિક્કા બનાવતુ કારખાનું ઝડપાયુ.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો 5 રૂપિયાના સિક્કા બનાવતુ કારખાનુ સુરતમાંથી ઝડપાઈ તો તે ખૂબ મોટી વાત કહેવાય અને મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે સૌપ્રથમ ગૂગલ પર વરાછા સ્થિત લક્ષ્મી કોમ્લેક્ષ માં પાંચ રૂપીયા ના સિક્કા બનાવ્વા નું કારખાનું પકડાયુ લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

જૂદા-જૂદા 6 લોકો દ્વારા યુટ્યુબ પર આ સમાચાર સાથેનો વિડિયો મુકવામાં આવ્યો હતો. પરંતુ આ કારખાનુ કોના દ્વારા કારખાનુ પકડવામાં આવ્યુ, કયારે પકડયુ, કેટલા લોકોની સંડોવણી ખુલ્લી તેનો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તેમજ વિડિયોને ધ્યાનથી સાંભળતા તેમાં હરિયાણાની ભાષાનો ઉપયોગ થતો હોવાનું સંભળાય છે. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી અને  ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી જાણવા મળ્યુ હતુ કે, ન્યુઝ 18 હિન્દી દ્વારા 22 મે 2019ના એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યુ હતુ કે, ફરિદાબાદના બહાદુર ગઢમાં નક્લી સિક્કા બનાવતી ફેક્ટરી પકડવામાં આવી છે. સાથોસાથ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો અને વિડિયો પણ મુકવામાં આવ્યા હતા.

ઉપરોક્ત આર્ટીકલ સંપૂર્ણ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિંક કરો.

NEWS 18 HINDI | ARCHIVE LINK

ત્યારબાદ અમે વધુ પડતાલ માટે સુરત પોલીસ કમિશ્નર સતીષ વર્મા સાથે વાત કરી હતી અને તેમને આ અંગે પુછતા તેમને અમને જણાવ્યુ હતુ કે, વરાછામાં નહીં પરંતુ સુરતમાં ક્યાંય પણ નકલી સિક્કા બનાવતી ફેક્ટરી ઝડપાઈ નથી. તમે જે વાત કરો છો તે સાવ ખોટી છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી વાત તદન ખોટી છે. સુરતમાં ક્યાંય પણ નક્લી સિક્કા બનાવતી ફેકટરી ઝડપાઈ નથી.

પરિણામ

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પોસ્ટમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, સુરતમાં ક્યાંય પણ નક્લી સિક્કા બનાવતી ફેકટરી ઝડપાઈ નથી. પોસ્ટમાં જે વિડિયો અને ફોટો દર્શાવવામાં આવી રહ્યા છે તે હરિયાણાના ફરિદાબાદના બહાદુર ગઢના વિડિયો અને ફોટો છે.  

Avatar

Title:શું ખરેખર સુરતમાં 5 રૂપિયાના સિક્કા બનાવતી ફેક્ટરી ઝડપાઈ..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False