
Jayesh Rathod નામના ફેસબુક યુઝર દ્વારા 27 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવું લખેલું છે કે, शाहरुख खान के लिये पागलो ये देखो तुम्हारा जिहादि शाहरुख खान !! ???? પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાહરુખ ખાન દ્વારા પાકિસ્તાનમાં બનેલી ટેન્કર દુર્ઘટનામાં 45 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી જ્યારે ભારતમાં આવનારી આફતોમાં શાહરુખ ખાન દ્વારા એક રૂપિયાની પણ મદદ કરવામાં નથી આવી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 96 લોકોએ લાઈક કરી હતી. 27 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 63 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર શાહરૂખ ખાન દ્વારા પાકિસ્તાનમાં બનેલી ટેન્કર આગ દુર્ઘટનામાં 45 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ शाहरुख खान ने पाकिस्तान को की 45 करोड़ की मदद સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો ઈન્ડિયા ટીવી દ્વારા 3 જુલાઈ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અધૂરો છે અને ખોટી માહિતી સાથે તેને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે મૂકવામાં આવ્યો છે. વર્ષ 2017 માં પાકિસ્તાનના બહાવલપુરમાં એક ટેન્કરમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી જેમાં લગભગ 200 જેટલા લોકોના મોત થયા હતા. એ સમયે જ શાહરૂખ ખાન દ્વારા પાકિસ્તાનમાં બનેલી આ ઘટનાના પીડિતોને 45 કરોડ રૂપિયાની મદદ કરાઈ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. શાહરુખ ખાન દ્વારા આ પ્રકારની કોઈ જ મદદ પાકિસ્તાનને મદદ કરવામાં નથી આવી તેની સત્યતા તપાસતો સંપૂર્ણ વીડિયો ઈન્ડિયા ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, જ્યારે પુલવામા હુમલો થયો તે સમયે પણ શાહરૂખ ખાન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની ખોટી માહિતી વાયરલ થઈ હતી. પરંતુ જાણીતા એક્ટર રાહુલ દેવ અને જાણીતા ડાયરેક્ટર હંસલ મહેતા દ્વારા ટ્વિટર પર શાહરૂખ ખાનની તરફેણમાં ટ્વિટ પણ કરવામાં આવી હતી અને #StopFakeNewsAgainstSRK હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ પણ થયું હતું. આ બંને ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને અન્ય ફેક્ટ ચેકર્સ દ્વારા પણ શાહરુખ ખાન દ્વારા પાકિસ્તાનમાં બનેલી ટેન્કર આગ દુર્ઘટનાના પીડિતોને 45 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવેલી માહિતીને ખોટી સાબિત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
aajtak.intoday.in | smhoaxslayer.com | altnews.in |
Archive | Archive | Archive |
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરુખ ખાન દ્વારા પાકિસ્તાનમાં બનેલી ટેન્કર આગ દુર્ઘટનાના પીડિતોને 45 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવેલી માહિતી ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શાહરુખ ખાન દ્વારા પાકિસ્તાનમાં બનેલી ટેન્કર આગ દુર્ઘટનાના પીડિતોને 45 કરોડ રૂપિયાની કોઈ જ મદદ કરવામાં નથી આવી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર શાહરૂખ ખાન દ્વારા પાકિસ્તાનમાં પીડિતોને કરવામાં આવી 45 કરોડ રૂપિયાની મદદ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
