બાઈક પાર્કિગ મુદ્દે થયેલી બબાલને સાંપ્રદાયિક વિવાદ બનાવવામાં આવી રહ્યો છે..
Bhavesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ હાઈ વે પાસે ની *ફાઉન્ટેન હોટેલ* પર કોઈ પણ *હિન્દુઓએ* જવું નહિ. મહિલા બાળકો સહિત ના પરિવાર ને હોકી ફટકા થી માર મરાયો...” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 104 લોકે તેમના પ્રતિભાવ આપ્યા હતા. 27 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 1100થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈ હાઈ-વે પાસે આવેલી ફાઉન્ટન હોટલમાં ન જવુ કારણ કે હિંન્દુઓના મહિલાઓને અને બાળકોને હોકીથી માર મારવામાં આવ્યો.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયુ ન હતું.
તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, હોટલ બહાર પાર્કિગ મુદ્દે હોટલના સ્ટાફ અને સ્થાનિકો યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ નજીકના ગામ લોકોએ હોટલ પર પથ્થરમારો કર્યો હતો અને 8 થી 10 ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. જેમાં ક્યાંય પણ હિંદુઓને મારમારવામાં આવ્યો હોવાનું કે સાંપ્રદાયિક હિંસા થઈ હોવાનું જોવા મળતુ નથી. આ સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચી હોવાનું તેમજ આ ઘટનામાં બંને પક્ષે 60 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવશે તેવું એડિશનલ એસપી સંજય પાટીલ દ્વારા એક ઈન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યુ હતુ. તેમજ બાઈક પાર્કિંગ મુદે વિવાદ સર્જાયો હોવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, હોટલ ફાઉન્ટન પાસે જે વિવાદ થયો તે પાર્કિગના મુદ્દાને લઈને થયો હતો અને આ વિવાદ બાદ જ્યારે ગ્રામજનો દ્વારા હોટલ પર અને ત્યા પડેલી કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો ત્યારે હોટલ સ્ટાફ દ્વારા તેમને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમિયાન બંને પક્ષે બબાલ થઈ હતી. આમ, પાર્કિગ મુદે થયેલી બબાલને સાપ્રંદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હોટલ ફાઉન્ટન પાસે જે વિવાદ થયો તે પાર્કિગના મુદ્દાને લઈને થયો હતો અને આ વિવાદ બાદ જ્યારે ગ્રામજનો દ્વારા હોટલ પર અને ત્યા પડેલી કાર પર પથ્થર મારો કરવામાં આવ્યો ત્યારે હોટલ સ્ટાફ દ્વારા તેમને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમિયાન બંને પક્ષે બબાલ થઈ હતી. આમ, પાર્કિગ મુદે થયેલી બબાલને સાપ્રંદાયિક રંગ આપવામાં આવી રહ્યો છે.
Title:બાઈક પાર્કિગ મુદ્દે થયેલી બબાલને સાંપ્રદાયિક વિવાદ બનાવવામાં આવી રહ્યો છે..
Fact Check By: Yogesh KariaResult: False