
ફેસબુક ગુજરાત રોજગાર સમાચાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “શિકાગો એરપોર્ટ” શીર્ષક હેઠળ પોસ્ટ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો અને પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. આ પોસ્ટ પર 65 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “शिकागो का हवाई अड्डा ओ हेयर विश्व का सबसे व्यस्त हवाई अड्डा है |” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, 2019નું વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ “હાર્ટસફિલ્ડ-જેક્શન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ” છે. જે આપ નીચે જોઈ શકો છો.

જાગરણ જોશ દ્વારા પણ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમા પણ તેઓએ સૌથી વ્યસ્ત એરપોર્ટ એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટને જ દર્શાવવામાં આવ્યુ હતું. જે આપ નીચે વાંચી શકો છો.

ત્યારબાદ અમે ઓ-હેયરની ઓફિશીયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, 2017 માં દુનિયાના વ્યસ્ત એરપોર્ટમાં ઓ-હેયર એરપોર્ટ ચોથા નંબરે આવ્યુ હતુ. જે આપ નીચે વાંચી શકો છો.

આમ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની સત્યતા અમને ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી. કારણ કે, હાલ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ “હાર્ટસફિલ્ડ-જેક્શન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ” છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હાલ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ “હાર્ટસફિલ્ડ-જેક્શન એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ” છે.

Title:શું ખરેખર શિકાગોનું ઓ-હેયર એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
