24 કલાક સુધી સીમ કાર્ડ બંધ થઈ જવાના નામે ખોટી માહિતી સાથેનો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સીમ કાર્ડ એક્ટિવેશનના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સીમ કાર્ડ પર કોલના નામે થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 24 કલાક સુધી જૂનું સીમ કાર્ડ બંધ કરી દેવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સરકાર દ્વારા 24 કલાક સુધી સીમ કાર્ડ બંધ કરવા અંગેનો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેને સરકાર દ્વારા જ ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Flash Hand Live New નામના ફેસબુક યુઝર દ્વારા 16 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સીમ કાર્ડ પર કોલના નામે થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 24 કલાક સુધી જૂનું સીમ કાર્ડ બંધ કરી દેવામાં આવશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે ભારતની ટેલિકોમ વિભાગની સત્તાવાર વેબસાઈટ https://dot.gov.in/ પર જઈ સર્ચ કરતાં અમને ત્યાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. આ અંગેના અન્ય કોઈ સમાચાર પણ અમને પ્રાપ્ત થયા નહતા.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા 23 નવેમ્બર, 2022 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકાર દ્વારા 24 કલાક સીમ કાર્ડ બંધ કરી દેવા અંગેનો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ માહિતી તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સરકાર દ્વારા 24 કલાક સુધી સીમ કાર્ડ બંધ કરવા અંગેનો જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેને સરકાર દ્વારા જ ખોટો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:24 કલાક સુધી સીમ કાર્ડ બંધ થઈ જવાના નામે ખોટી માહિતી સાથેનો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False