શું ખરેખર ફોટોમાં દેખાતી વ્યક્તિ દિલિપ કુમાર છે...? જાણો શું છે સત્ય...
Alka.Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના Amdavadi nagari નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Can you believe.......he is Dilip Kumar” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો દિલિપ કુમારનો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને REPUBLICWORLD.COM નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દિલિપ કુમારના વલર્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પત્ની સાયરા બાનો દ્વારા સર્ટીફિકેટ સ્વિકારવવામાં આવ્યુ.
તેમજ અમને INDIATODAY.IN નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ એવોર્ડ સ્વિકારનાર વ્યક્તિ દિલિપ કુમારના ભાઈ અસલમ ખાન છે. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
તેમજ દિલિપ કુમારના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા પણ આ ફોટો સ્વિકારનાર અસલમ ખાન હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં દિલિપ કુમાર નહિં પરંતુ તેમના ભાઈ અસલમ ખાન છે. જેની સ્પષ્ટતા દિલિપ કુમારના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા પણ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં દિલિપ કુમાર નહિં પરંતુ તેમના ભાઈ અસલમ ખાન છે. જેની સ્પષ્ટતા દિલિપ કુમારના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા પણ કરવામાં આવી હતી.
Title:શું ખરેખર ફોટોમાં દેખાતી વ્યક્તિ દિલિપ કુમાર છે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False