શું ખરેખર તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ અમેરિકાએ હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

જ્યારથી અમેરિકાએ પોતાની સેનાને પરત બોલાવી લીધી છે. ત્યારથી તાલીબાને અફઘાનિસ્તાનના જૂદા-જૂદા પ્રાંત પર કબ્જો કર્યો છે. તેમજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ તાલિબાને કબ્જો કર્યો હતો. જે વચ્ચે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 

આ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદા-જૂદા વિસ્ફોટ થઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો નહિં પરંતુ JDMA દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલા પરિક્ષણનો આ વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Online Patrakar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમના સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે 9 એપ્રિલ 2012ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વિડિયોને તમે નીચે જોઈ શકો છો.

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, JDAM દ્વારા કરવામાં આવેલા હુમલાનો આ વિડિયો છે. જે અંગે માહિતી આપતો અહેવાલ પણ અને આ વિડિયો અમેરિકન મિલિટરીન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.

Americanmilitarynews | Archive 

JDMA શું છે તે જાણવા અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, JDMAએ મિશાઈલને ગાઈડ કરવાની સિસ્ટમ છે. જે મિસાઈલને ટાર્ગેટ સુધી પહોંચાડે છે. આ અંગેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

military.com | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાનો નહિં પરંતુ JDMA દ્વારા વર્ષ 2012માં કરવામાં આવેલા પરિક્ષણનો આ વિડિયો છે.

Avatar

Title:શું ખરેખર તાલિબાને અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ અમેરિકાએ હુમલો કર્યો હતો…?

Fact Check By: Yogesh Karia 

Result: False