જાણો બિરલા પુટ્ટીમાંથી બનાવેલા માવાની મીઠાઈઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભેળસેળ કરીને બનાવવામાં આવી રહેલી મીઠાઈની ફેક્ટરી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિરલા પુટ્ટીમાંથી બનાવેલા માવાતી બનાવવામાં આવી રહેલી મીઠાઈનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભેળસેળ કરીને બનાવવામાં આવી રહેલી મીઠાઈની ફેક્ટરી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો કે ગુજરાતનો નહીં પરંતુ વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિવાલો ઉપર લગાવવાની બિરલા પુટ્ટી થી માવો બનાવીને મીઠાઈઓ તૈયાર કરવામાં આવે છે એટલે સર્વેને વિનંતી બહારની મીઠાઈ ખાવાની બંધ કરી ઘરે બનાવેલી મીઠાઈઓ વાપરવાનો આગ્રહ રાખો ઘરની ગોલપાપડી (સુખડી) ઉત્તમ છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બિરલા પુટ્ટીમાંથી બનાવેલા માવાતી બનાવવામાં આવી રહેલી મીઠાઈનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ઉત્તરપ્રદેશની એક લોકલ ન્યૂઝ ચેનલ કોબ્રા ટેલિવિઝન દ્વારા 20 માર્ચ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશ પોલીસ અને ખાદ્ય પુરવઠા વિભાગની મદદથી નકલી મીઠાઈ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ.
ઉપરોક્ત આજ વીડિયો અમને અન્ય યુટ્યુબ યુઝર દ્વારા પણ વર્ષ 2019 માં અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Youtube Post 01 | Youtube Post 02 | Youtube Post 03
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભેળસેળ કરીને બનાવવામાં આવી રહેલી મીઠાઈની ફેક્ટરી પર પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો કે ગુજરાતનો નહીં પરંતુ વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો બિરલા પુટ્ટીમાંથી બનાવેલા માવાની મીઠાઈઓના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: Misleading