ચંપક ચાચાના ગંભીર અકસ્માતને લઈ ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે અમિત ભટ્ટ સાથે થયેલા અકસ્માતનું સત્ય…
ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી, જેની માહિતી ખુદ અમિત ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે.
દેશનો સૌથી લોકપ્રિય દૈનિક કોમેડી શોમાં ખાસ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (ચંપક ચાચા)ને લઈ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સોશિયલ મિડિયા તેમજ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત ભટ્ટ (ચંપક ચાચા)નું ભયંકર અકસ્માત થયો જેના કારણે ફેન રડી પડ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
All news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમિત ભટ્ટ (ચંપક ચાચા) નું ભયંકર અકસ્માત થયો જેના કારણે ફેન રડી પડ્યા હતા.”
Facebook | Fb post Archive | Fb article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. અમને આજતકનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “છેલ્લા કેટલાક દિવસોથી 'ચંપક ચાચા' ઉર્ફે બાપુજીના સેટ પર ઈજાના સમાચાર છે. હું મારા ચાહકોને કહેવા માંગુ છું કે હું સંપૂર્ણપણે ઠીક છું. એટલો મોટો અકસ્માત થયો ન હતો. હું હવે સંપૂર્ણપણે ઠીક છું.”
તેમજ અમિત ભટ્ટ (ચંપક ચાચા) દ્વારા તેમના ઇન્સટાગ્રામ એકાઉન્ટ પર થી તેમના દર્શકોને માહિતી આપતો વિડિયો પ્રસારિત કર્યો હતો અને માહિતી આપી હતી કે, “છેલ્લા કેટલાક દિવસોથી 'ચંપક ચાચા' ઉર્ફે બાપુજીના સેટ પર ઈજાના સમાચાર છે. હું મારા ચાહકોને કહેવા માંગુ છું કે હું સંપૂર્ણપણે ઠીક છું. નાની-મોટી ઈજાઓ થઈ હતી, આટલો મોટો અકસ્માત થયો ન હતો. હું હવે સંપૂર્ણપણે ઠીક છું. જ્યાં પણ એવા અહેવાલો છે કે સેટ પર મારી સાથે કોઈ મોટો અકસ્માત થયો છે, તે જૂઠ છે અને લોકો માત્ર અફવાઓ ફેલાવે છે."
"ખરેખર, એક એપિસોડના શૂટિંગ દરમિયાન, સોઢીની કારનું ટાયર મારા હાથમાંથી સરકી ગયું, જેના પછી મને ઈજા થઈ. જોકે, મને આવી કોઈ મોટી ઈજા નથી થઈ. માત્ર ઘૂંટણની નાની ઈજા છે. ડોક્ટરે મને આરામ કરવાનું કહ્યું છે. 10-12 દિવસ માટે. તે પછી હું શૂટિંગમાં પાછો ફરીશ. હું મારા બધા ચાહકોનો આભાર માનું છું કે જેમણે મને ખૂબ પ્રેમ અને પ્રાર્થનાઓ આપી છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે હવે હું સંપૂર્ણપણે ઠીક છું."
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી, જેની માહિતી ખુદ અમિત ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ચંપક ચાચાના ગંભીર અકસ્માતને લઈ ફેલાઈ રહી છે અફવા... જાણો શું છે અમિત ભટ્ટ સાથે થયેલા અકસ્માતનું સત્ય...
Fact Check By: Frany KariaResult: Missing Context