શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Zakir Patrawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા ની આજે  પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે ગુજરાતના જીલ્લા મા CRPF તૈનાત. ગોઘરા, વડોદરા, અમદાવાદ, આણદ, દાહોદ,સુરત રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, ભરૂચ ,પોરબંદર,  અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત છે, જે જામીનપાત્ર નથી અને 5 વર્ષ ની સજા નું પ્રાવધાન છે.  ઘરે બેસો, નહિતર જેલમા બેસવાનો વારો છે, બધા ગ્રુપ માં ફોરવર્ડ કરો અને પોતાના ઓળખીતાને આ ગુના માથી બચાવો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના જિલ્લામાં ફરી કર્ફ્યુ લાગવા જઈ રહ્યુ છે. જેની માહિતી ગુજરાતના ડીજીપી દ્વારા આપવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને તારીખ 1 મે 2020નો તેજગુજરાતી વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં જે મેસેજ છે તે જ મુકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

TEJGUJARATI | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થયુ હતુ કે, પોસ્ટ સાથેનો મેસેજ હાલનો નથી. ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને શિવાનંદ ઝાની તારીખ 28 માર્ચ 2020ની પ્રેસ કોન્ફન્સ પ્રાપ્ત થઈ હતી, જેમાં તેમણે આ માહિતી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી હતી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ આયોજન કરવામાં આવ્યુ નથી. આ એક અફવા છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ..”

તેમજ 1 જૂલાઈથી અનલોક-2માં સરકાર ઘણી છૂટ-ઠાટ આપવા જઈ રહી છે. આ અંગેની માહિતી આપતો વીટીવીનો અહેવાલ તમે નીચે જોઈ શકો છો. 

વીટીવી | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડાતલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાતમાં ક્યાંય પણ કર્ફ્યુ લગાવવામાં નથી આવી રહ્યુ. અનલોક-2માં વધૂ છૂટછાટ મળવાની શક્યતા છે.

Avatar

Title:શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False