શું ખરેખર રાહુલ ગાંધીએ પાઘડી પહેરવાની ના પાડી દિધી હતી…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયોમાં રાહુલ ગાંધી પાઘડી પહેરવાની ના નથી પાડી રહ્યા છે. તે એક મહિલાને તેની સાથે ફોટો પડાવવાની મનાઈ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પંજાબ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે રાહુલ ગાંધીને એક વ્યક્તિ સાથે વાત કરતા જોઈ શકો છો. તે દરમિયાન તે કહે છે, “હવે નહીં મેડમ, હવે નહીં.” આ વીડિયોને એવા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે “રાહુલ ગાંધી તેમની પાઘડી બાંધવાની ના પાડી રહ્યા છે.” આને શેર કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સ ભારત જોડો યાત્રાને નકલી ગણાવી રહ્યા છે અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે “રાહુલ ગાંધી દ્વારા શીખ પાઘડી પહેરવાની ના પાડી રહ્યા છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chuntli Express – ચૂંટલી એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા શીખ પાઘડી પહેરવાની ના પાડી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ વિડીયોને જોતા, અમે તેમાં “State News Punjab” લખેલું જોયું. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો.

આને ધ્યાનમાં રાખીને અમે ફેસબુક પર કીવર્ડ સર્ચ કર્યું. અમને 10 જાન્યુઆરીના રોજ સ્ટેટ ન્યૂઝ પંજાબ પેજ પર શેર કરવામાં આવેલ તે જ વીડિયોનું લાંબું વર્ઝન મળ્યું. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો પંજાબના અમૃતસરનો છે.

Facebook

આ વીડિયોને ધ્યાનથી જોયા પછી અને તેમાં શું કહેવામાં આવી રહ્યું છે તે સાંભળીને તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધીની બાજુમાં ઊભેલી વ્યક્તિ તેમને કહી રહી છે, “યે પુરે પંજાબ મેં બેસ્ટ હૈ, સર.” પછી રાહુલ ગાંધી પૂછે છે, “બેસ્ટ મતલબ, પાઘડી બાંધવામાં?” ત્યારે તે વ્યક્તિ કહે છે કે, “તેના 30 લાખ ફોલોઅર્સ છે.” તો પાઘડી બાંધનાર વ્યક્તિ કહે છે, “તેણે દુનિયાભરના લોકોની પાઘડી બાંધી છે.” તે પછી તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધી ત્યાં ઉભેલા લોકોને ફોલો કરી રહ્યાં છે. સાથે તેઓ નક્કી કરી રહ્યા છે કે પાઘડીનો કયો રંગ પહેરવો. આ આખી વાતચીતને ધ્યાનથી સાંભળ્યા પછી તમે સમજી શકશો કે એક મહિલા તેમને તસવીર લેવા માટે કહી રહી છે અને તેનો જવાબ આપતા રાહુલ ગાંધી કહી રહ્યા છે, “હવે નહીં મેડમ, હવે નહીં.”

આના પરથી આપણે કહી શકીએ કે રાહુલ ગાંધી પાઘડી પહેરવાની ના પાડી રહ્યા ન હતા.

સ્ટેટ ન્યૂઝ પંજાબના પેજ પર, અમે 10 જાન્યુઆરીએ પ્રસારિત તેમની મુલાકાતના વધુ લાઇવ વીડિયો જોયા છે, જેમાં અમે તેમને પાઘડી પહેરેલા જોયા છે. તમે નીચે આપેલ ચિત્રમાં જોઈ શકો છો.

આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબમાં ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા રાહુલ ગાંધીએ અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી.

10 જાન્યુઆરીએ પ્રસારિત લાઈવ હિન્દુસ્તાનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હરિયાણાના અંબાલા બાદ રાહુલ ગાંધી પંજાબના અમૃતસર પહોંચ્યા અને ત્યાં તેમણે પહેલા એક હોટલમાં પોતાની દસ્તર બાંધી અને પછી સુવર્ણ મંદિર ગયા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી એક મહિલાની તસવીર લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. તે પાઘડી બાંધવાની ના પાડી રહ્યા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધીએ પાઘડી પહેરવાની ના પાડી દિધી હતી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False