જાણો નેપાળ ખાતે થયેલા ક્રેશ થયેલા વિમાનના વાયરલ ફોટોનું શું છે સત્ય….
તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. જેમાં 68 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ત્યારે ક્રેશ થયેલા વિમાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું તેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2018 માં નેપાળના કાઠમંડુ ખાતે 71 મુસાફરો સાથેનું બાંગ્લાદેશનું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા તેનો છે. જોકે, નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
I am Vadodara નામના ફેસબુક પેજ દ્વારા 15 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નેપાળ વિમાન દુર્ઘટના પ્લેન પોખરા નજીક સેતી નદીના ખાડામાં પડ્યું અત્યાર સુધીમાં 42 મૃતદેહ મળ્યા પીએમ પ્રચંડ કાઠમંડુ એરપોર્ટ પહોંચ્યા. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર usatoday.com દ્વારા 12 માર્ચ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જાની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નેપાળના કાઠમંડુ ખાતે 71 મુસાફરો સાથેનું બાંગ્લાદેશનું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. outlookindia.com | firstpost.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું તેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ 2018 માં નેપાળના કાઠમંડુ ખાતે 71 મુસાફરો સાથેનું બાંગ્લાદેશનું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 50 થી વધુ લોકોના મોત થયા હતા તેનો છે. જોકે, નેપાળના એરપોર્ટ પર 72 મુસાફરો સાથેનું એક વિમાન લેન્ડિંગ સમયે ક્રેશ થયું હતું. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો નેપાળ ખાતે થયેલા ક્રેશ થયેલા વિમાનના વાયરલ ફોટોનું શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: Missing Context