જાણો પાઈપમાંથી નીકળી રહેલા બરફના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર પાઈપમાંથી નીકળી રહેલા બરફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો છે કારણ કે, હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી પાઈપમાંથી બરફ નીકળી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ હરિયાણાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ઓનલાઇન ટીવી ન્યુઝ મિડિયા /બ્રોડકાસ્ટિંગ નામના ફેસબુક પેજ દ્વારા 17 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં પડેલી ઠંડીના કારણે ખેડૂતે લાંબી કરેલી પાઇપોમાં પણ બરફ જામ્યો. જુઓ વિડિયો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરનો છે કારણ કે, હાલમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોવાથી પાઈપમાંથી બરફ નીકળી રહ્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો આજ વીડિયો સાથેના સમાચાર IndianExpressOnline દ્વારા 04 જાન્યુઆરી, 2019 રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો હરિયાણાનો છે. જ્યાં અતિશય ઠંડીને કારણે ધનીરામ નામના એક ખેડૂત દ્વારા તેના ખેતરમાં લગાવવામાં આવેલી પાઈપમાંથી મોટર ચાલુ કરતાં પાણીની જગ્યાએ બરફ નીકળવા લાગ્યો હતો. 

આજ વીડિયો અન્ય કેટલાક સમાચારમાં પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. dailymail.co.uk | newsflare.com | indiatimes.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 થી સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ હરિયાણાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો પાઈપમાંથી નીકળી રહેલા બરફના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply