21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી અને વૃદ્ધે લગ્વ કર્યા હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sampurna Samachar Seva નામના ફેસબુક પેજ દ્વારા 27 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 21 વર્ષની છોકરી... 62 વર્ષનો વરરાજા.... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાની વાસ્તવિક ઘટનાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને કરન કોટનાલા નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 21 ડિસેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
8.13 મિનિટના આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં 0.38 મિનિટ પર એક ડિસ્ક્લેમર જોવા મળ્યું હતું. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ વીડિયો ફક્તને ફક્ત મનોરંજનના હેતુ માટે જ બનાવવામાં આવ્યો છે.
વીડિયોના ડિસ્ક્લેમરમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, અમે દરેક વ્યક્તિ, વ્યવસાય અને સંસ્થાનું સન્માન કરીએ છીએ. અમે જે પણ ભૂમિકા ભજવીએ છીએ તે ફક્ત તમારા મનોરંજન માટે છે. અમારો હેતુ કોઈ પણ વ્યક્તિ કે સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.
અમારી વધુ તપાસમાં અમને કરન કોટનાલા દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં જે છોકરી દેખાઈ રહી છે તેનો વધુ એક વીડિયો પણ ચેનલ પર એજ ડિસ્ક્લેમર સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Video 1
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:21 વર્ષની છોકરીએ 62 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કર્યા હોવાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False