શું ખરેખર ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં હવે શુક્રવારને બદલે રવિવારે રજા રહેશે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની સાપ્તાહિક રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુક્રવારને બદલે રવિવારની રજા હોવાનો દાવો ખોટો છે.

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનું શૈક્ષણિક કેલેન્ડર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. તે પછી, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે “યુપીમાં મદરેસાઓએ હવે શુક્રવારને બદલે રવિવારની સાપ્તાહિક રજા જાહેર કરી છે.” ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

IamGujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુપીમાં મદરેસાઓએ હવે શુક્રવારને બદલે રવિવારની સાપ્તાહિક રજા જાહેર કરી છે.”

Facebook | Fb post Archive | Fb Article archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વાયરલ પોસ્ટથી સંબંધિત કીવર્ડ અંગે શોધ કરતા અમને જાણવા મળ્યું છે કે, મદરેસાઓમાં સાપ્તાહિક રજા બદલવાનો હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

લોકમત ટાઈમ્સ અનુસાર, ઉત્તર પ્રદેશના મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ઈફ્તિખાર અહેમદ જાવેદે આ સાપ્તાહિક રજાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોર્ડની આગામી બેઠક જાન્યુઆરી મહિનામાં મળશે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે.

જેએસ ન્યૂઝ ટાઈમ્સ અનુસાર, 20 ડિસેમ્બરના રોજ, ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષા પરિષદે અધિકૃત અરેબિક-ફારસી મદરેસા માન્યતા પ્રશાસન અને સેવા નિયમો, 2016માં સુધારો કરવા માટે એક બેઠક બોલાવી હતી. 

મદરેસા બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર અહમદ જાવેદની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. પરંતુ આ બેઠક મદરેસા બોર્ડની ન હતી. આ બેઠકમાં મદરેસાના પ્રિન્સિપાલે સૂચન કર્યું કે શુક્રવારને બદલે રવિવારે સાપ્તાહિક રજા હોવી જોઈએ.

ડો. અહમદ જાવેદે ખુલાસો કર્યો કે આ બેઠક મદરેસા બોર્ડની ન હતી પરંતુ સંબંધિત મદરેસાઓની બેઠક હતી અને માત્ર રજાઓ અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા અને કોઈ દરખાસ્ત કરવામાં આવી ન હતી.

મદરેસા શિક્ષક સંઘે જાવેદ દ્વારા કરાયેલા સૂચનનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રજાને શુક્રવારના બદલે રવિવારમાં બદલવાથી ખોટો સંદેશ જશે.

મદારિસ અરેબિયા ટીચર્સ એસોસિએશનના ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી દિવાન ઝમાને કહ્યું કે, શુક્રવારની નમાજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે અને તેથી જ શુક્રવારે મદરેસાઓ બંધ રહે છે. શુક્રવારે દેશભરમાં મદરેસા બંધ રહે છે. ઇસ્લામમાં શુક્રવારની નમાજનું વિશેષ મહત્વ છે અને ‘જુમ્મા’ની તૈયારીમાં આ દિવસે મદરેસા બંધ રાખવામાં આવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની સાપ્તાહિક રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુક્રવારને બદલે રવિવારની રજા હોવાનો દાવો ખોટો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં હવે શુક્રવારને બદલે રવિવારે રજા રહેશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False