શું ખરેખર જયપુરની આ હોટલમાં 48 લાખ રૂપિયા એક દિવસનું ભાડુ છે..? જાણો શું છે સત્ય.

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Hitesh V. Thummar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતમા મોંઘામા મોઘી હોટેલ રાજસ્થાન ની રાજધાની જયપુર મા આવેલી છે, આ હોટેલમાં એક રાત રહેવાના રૂપિયા 48 લાખ છે,24 કલાકના 48 લાખ રૂપિયા એટલે દર કલાકના બે લાખ રૂપિયા થાય અને 1 મીનીટના 3333 રૂપીયા થાય છે,વીડીઓ જોશો એટલે ખબર પડી જશે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “રાજસ્થાનના જયપુરમાં આવેલી આ હોટલમાં એક દિવસનું ભાડુ 48 લાખ રૂપિયા છે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે સૌપ્રથમ હોટલ બુકિંગ કરતી વેબસાઈટની મુલાકાત લીધી હતી. ત્યા અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. બાદમાં અમને ગુજરાત નોલેજ બુક દ્વારા પ્રસારિત કરવામાં આવેલો ઓરિજનલ વિડિયો પ્રાપ્ત થયો હતો. 5 ફેબ્રુઆરી 2019ના આ વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત વિડિયો મુકવામાં તો આવ્યો હતો પરંતુ તેમાં કોઈપણ પુરાવા ન હતા આપવામાં આવ્યા. માત્ર આ પ્રકારે ભાવ છે અને મોંઘી હોટલ છે તેવું જ જણાવવામાં આવ્યું હતુ. તેથી અમે ભારતમાં સૌથી મોંઘી હોટલ કઈ છે તે જાણવા પ્રયત્ન કર્યો હતો અને ગૂગલ પર “most expensive hotel in India 2019” લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા. 

ગૂગલ પરથી મળેલા પરિણામોમાં પણ અમને અમારો કોઈ જવાબ પ્રાપ્ત થયો ન હતો. જૂદી-જૂદી વેબસાઈટ દ્વારા પોતાના મત મુકવામાં આવ્યા હતા. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટમાં જે હોટલ વિશે માહિતી આપવામાં આવી છે તે જયપુરની હોટલ The Raj Palace ની ઓફિશિયલ વેબસાઈટ શોધી હતી. તેમાં આપેલા નંબર પર વાત કરતા તેમણે અમને વિગતો અમારી વેબસાઈટ પર આપી જ હોવાનું જણાવ્યુ હતુ. તેથી અમે વેબસાઈટ પર જઈ અને હોટલ બુકિંગના વિકલ્પમાં જઈ અને ઉચ્ચાભાવનો રૂમ સિલેક્ટ કરતા તે રૂમ બધા જ ટેક્ષ સાથે એક દિવસ માટે 17700 ડોલરમાં આપવામાં આવી રહ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

17700 ડોલર એટલે ભારતના 13 લાખ રૂપિયા આસપાસ આજના દિવસે થાય છે, 48 લાખ રૂપિયા અને 13 લાખ રૂપિયામાં ઘણુ અંતર છે. 

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હક્કિત સત્ય સાબિત થતી નથી. કારણ કે, હોટલની ઓફિશયલ વેબસાઈટ પર પણ 13 લાખ રૂપિયાનો ઉચ્ચભાવ એક રૂમનો હોટલનો બતાવવામાં આવ્યો છે. આમ, ઉપરોક્ત પોસ્ટના માધ્યમથી લોકો સુધી ખોટી માહિતી પહોંચી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હોટલની ઓફિશયલ વેબસાઈટ પર પણ 13 લાખ રૂપિયાનો ઉચ્ચભાવ એક રૂમનો હોટલનો બતાવવામાં આવ્યો છે. આમ, ઉપરોક્ત પોસ્ટના માધ્યમથી લોકો સુધી ખોટી માહિતી પહોંચી રહી છે.

Avatar

Title:શું ખરેખર જયપુરની આ હોટલમાં 48 લાખ રૂપિયા એક દિવસનું ભાડુ છે..? જાણો શું છે સત્ય.

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •