શું ખરેખર ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.....? જાણો શું છે સત્ય....
હાલ તારીખ 28 ફેબ્રુઆરી 2021ના તાલુકા પંચાયત, નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણીના થોડા સમય પહેલા સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવી છે. DAP, NPK, ASP સહિતના ખાતરોના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ હાલ એકપણ ખાતરના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો. કૃષિમંત્રીના નિવેદન મુજબ આ એક અફવા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ઐયુબ પોપટ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવી છે. DAP, NPK, ASP સહિતના ખાતરોના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને TV9 ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
આ અહેવાલમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “ખાતરના ભાવમાં હાલ કોઈ વધારો નહીં થાય. તેમણે કહ્યુ કે આ અહેવાલ એક અફવા છે અને કૉંગ્રેસ દ્વારા ખેડૂતોને ભ્રામિત કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ મંત્રી કર્યો હતો.”
કૃષિ મંત્રી આર.સી.ફળદુનું આ નિવેદન તમે નીચે સાંભળી શકો છો. જેમાં તેઓ ખાતરના ભાવ વધારાની વાતને નકારી કાઢી હતી.
ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડેરેશન લિમિટેડના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઈફકો દ્વારા ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. જે તમે નીચે સાંભળી શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે જામનગર જીએસએફસીના ડેપોનો સંપર્ક કર્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ખાતરના ભાવમાં વધારો કરવામાં આવયો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ ખાતરની કિંમતમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ હાલ એકપણ ખાતરના ભાવમાં વધારો નથી કરવામાં આવ્યો. કૃષિમંત્રીના નિવેદન મુજબ આ એક અફવા છે.
Title:શું ખરેખર ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.....?
Fact Check By: Yogesh KariaResult: False