યુપીના સહારનપુરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોનો વીડિયો મીરા રોડ હિંસા સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયોને મીરા રોડ હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. જૂન 2022માં યુપીના સહારનપુરમાં થયેલી હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો હતો.

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સાથે જોડીને, પોલીસ દ્વારા કેટલાક લોકોને માર મારવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મીરા રોડ પર તોફાન કરનારા બદમાશો સાથે મુંબઈ પોલીસ શું કરી રહી છે તે આ વીડિયોમાં જોઈ શકાય છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મીરા રોડ પર તોફાન કરનારા બદમાશો સાથે મુંબઈ પોલીસ શું કરી રહી છે તે આ વીડિયોમાં જોઈ શકાય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને The Lallantopના પેજ પર વાયરલ પોસ્ટની તસવીર મળી. જેમાં 15 જૂન 2022ના રોજ સમાચાર પ્રકાશિત થયા છે. જે મુજબ જૂન 2022માં સહારનપુર પોલીસે નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને 10 જૂને થયેલી હિંસાના મામલામાં 50થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી. 

જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. તે સમયે ઘણા લોકોએ કહ્યું હતું કે સહારનપુર પોલીસે નકારી કાઢ્યું હતું કે આ સહારનપુરનો વીડિયો છે. નીચે સંપૂર્ણ સમાચાર જુઓ.

અહેવાલો અનુસાર, પોલીસે આ આરોપીઓની ધરપકડ બાદ એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં વાયરલ વીડિયોમાં જે લોકો મારપીટ કરી રહ્યા છે તે જ લોકો જોવા મળે છે.

આ પછી કહેવામાં આવ્યું કે આ વીડિયો સહારનપુર પોલીસ સ્ટેશનનો જ છે. જેને જોતા ફરી પોલીસની ટીકા થઈ હતી અને આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

તેનાથી સાબિત થાય છે કે મારપીટનો વીડિયો સહારનપુરના સિટી કોતવાલીનો છે જે જૂનો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોને મીરા રોડ હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. જૂન 2022માં યુપીના સહારનપુરમાં થયેલી હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો હતો.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:યુપીના સહારનપુરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોનો વીડિયો મીરા રોડ હિંસા સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

Written By: Frany Karia 

Result: Misleading