શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

City News Rajkot live નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈમાં ભારે વરસાદ થી ચારે તરફ પાણી પાણી ફરી વળ્યાં, સીલિંક ખાતે પાણી ભરાયા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1200થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 130 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારે વરસાદના કારણે મુંબઈના સિ-લિંક પર પાણી ભરાયા તેનો વિડિયો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા એક વ્યક્તિ મોટરસાયકલ પર જોવામાં આવે છે જો કે ટુવ્હિલને વર્લી સી-લિંક પર મંજૂરી નથી. વળી, આ બ્રિજની ડિઝાઇન મુંબઇમાં સી-લિંક જેવી નથી. જેથી આ વિડિયો શંકાસ્પદ છે કે આ વીડિયો મુંબઈનો છે કે કેમ.?

આ વિડિઓ ક્યારનો છે અને ક્યાંથી છે તે શોધવા માટે યુ ટ્યુબ પર કીવર્ડ્સની શોધ કરી. જાણવા મળ્યું છે કે આ વીડિયો ડિસેમ્બર 2017 માં વર્લી સી-લિંક નામથી વાયરલ થયો હતો. 

વધુ તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે વિડિઓ 24 ઓગસ્ટ, 2017 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.

મળતી માહિતી મુજબ આ વિડિઓ લક્ષદ્વીપ આઇલેન્ડનો છે. 23 ઓગસ્ટ, 2017 ના રોજ, આવા વિશાળ મોજા મિનિકોયના પૂર્વમાં સમુદ્ર-પુલ પર અથડાયા હતા. જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.

લક્ષદ્વીપ આઇલેન્ડ પર આવો કોઈ પુલ છે કે કેમ તે શોધખોળ કરતી વખતે, અમે શ્રીશૈલા કન્સ્ટ્રક્શન કંપનીની વેબસાઇટ પર નીચેનો ફોટો મળ્યો. તદનુસાર, કંપનીએ લક્ષદ્વીપના પૂર્વ મિનિકોય આઇલેન્ડ પર આ સમુદ્ર-પૂરનું નિર્માણ કર્યું છે.

શ્રીશૈલા કંસ્ટ્રક્શન

ઉપરના ફોટામાં પુલની દિવાલો અને રચના વિડિઓમાં જે પુલ છે તેના જેવી જ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મુંબઈના સી-લિંક બ્રિજ પર ભારે વરસાદને લઈ પાણી નથી ભરાયા. આ વિડિઓ ઓગસ્ટ 2017 થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. પ્રથમ નજરમાં, વિડિયો લક્ષદ્વીપનો હોવાનું જણાય છે, પરંતુ ચોક્કસ સ્થાન નક્કી કરી શકાતું નથી. જો કે, એ સ્પષ્ટ છે કે વીડિયો ઓછામાં ઓછો 3 વર્ષ જૂનો છે અને મુંબઈનો નથી.

Avatar

Title:શું ખરેખર ભારે વરસાદના કારણે મુંબઈના સિલિંક પર પાણી ભરાયા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False